૧૯૮૫માં જેકી શ્રોફ અને પૂનમ ઢિલ્લોન અભિનીત ફિલ્મ ‘તેરી મહેરબાનિયાં' રિલીઝ થઈ હતી, જેમાં માણસ અને શ્વાન વચ્ચેના સંબંધની વાત હતી. ‘તેરી મહેરબાનિયાં' ડિરેક્ટર વિજય રેડ્ડીની જ કન્નડ ફિલ્મ ‘થાલિયા ભાગ્ય’ની સત્તાવાર રિમેક હતી. આ ફિલ્મને લોકોએ સ્વીકારી હતી. વર્ષો બાદ કન્નડ ભાષામાં જ શ્વાન અને માણસ વચ્ચેનો સંબંધ દર્શાવતી ફિલ્મ ‘૭૭૭ ચાર્લી’ આવી, જેમાં કન્નડના જાણીતા અભિનેતા અને ફિલ્મમેકર રક્ષિત શેટ્ટી છે.
અગાઉ આવેલી પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેના સંબંધની કે ‘પ્રાણીઓ બચાવો'ની વાત કરતી હિન્દી ફિલ્મો કરતા ‘૭૭૭ ચાર્લી' તદ્દન અલગ છે. સૌથી મહત્ત્વનો તફાવત તેનું ટેક્નિકલ એલિમેન્ટ છે. ફિલ્મની હાઈ પ્રોડક્શન વેલ્યુ છે અને બીજું, ફિલ્મની વાર્તા. તે કહેવાની રીત.
અહીં ટિપિકલ રિવેન્જ ડ્રામા નથી. શ્વાન દ્વારા વારંવાર દર્શાવવામાં આવતી ને (અક્ષય કુમારની ‘ઇટ્સ એન્ટરટેઇન્મેન્ટ' જેવી) ઉદ્ભવતી ટિપિકલ સ્થૂળ કોમેડી પણ નથી. ‘૭૭૭ ચાર્લી’ રાઇડ છે. કિરણરાજ કે. લિખિત અને ભોશનલ ‘૭૭૭ ચાર્લી'નો ટોન એકદમ સરળ છે. દક્ષિણ ભારતની આજકાલ રિલીઝ થઈ રહેલી ફિલ્મોની જેમ તેમાં એડ્રેનલીન રશ પેદા નથી થતો. અહીં ઠહેરાવ છે. તે દર્શકને બાજુમાં બેસાડીને, શાંતિથી, ધીરજપૂર્વક પોતાની વાત માંડે છે.
ધર્મા (રક્ષિત શેટ્ટી) નામનો એક છોકરો છે. તેનું જીવન નીરસ છે. એકલો રહે છે. એક ફેક્ટરીમાં કામ કરે છે. ત્યાંના સહ-કર્મચારીઓ કે આડોશપાડોશ, કોઈ સાથે તે વાત નથી કરતો. મહોલ્લાના છોકરાઓ તેનાથી ડરે છે. ધર્માને હસતા નથી આવડતું. તેને પોતાને યાદ નથી તે છેલ્લે ક્યારે હસ્યો હતો. હા, તેનો ભૂતકાળ ટ્રેજિક હતો. તેને હજુ પણ ક્યારેક ક્યારેક તે કનડે છે.
This story is from the July 23, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 23, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?