૨૯ મે, ૨૦૨૨ના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામમાં કુતૂહલ ઊતર્યું હતું. એક ડ્રોન આવ્યું અને તેની સાથે ૨ કિલો વજનનું દવાનું પાર્સલ પહોંચ્યું. ભુજ તાલુકાના હબાય ગામથી નેર ગામ ૪૬ કિ.મી. દૂર છે. દૂર દૂરનાં ગામ સુધી ટપાલો પહોંચી જાય તે ભારતીય ટપાલ વિભાગની કાર્યદક્ષતા છે, તેને અત્યાધુનિક કરવાના પ્રયાસ રૂપે આ પ્રયોગ હતો. ડ્રોન મારફ્ત ટપાલો અને પાર્સલ પહોંચાડવા માટેનો પ્રયોગ ૭૫ મિનિટમાં પૂર્ણ થયો, જેમાં ઉડ્ડયનનો સમય અંદાજે ૨૫ મિનિટનો હતો. દિલ્હીની ટીમે આ પ્રયોગ કર્યો છે અને સત્તાવાર રીતે ડ્રોન પોસ્ટની શરૂઆત થાય તેની હવે રાહ જોવાઈ રહી છે.
દિલીપ ગોહિલ
ડ્રોન પોસ્ટની શરૂઆતને સહજ આશ્ચર્ય સાથે સ્વીકારી લેવાશે, પણ દેશમાં અત્યારે પિજન પોસ્ટ પણ ચાલુ છે તેની વધારે નવાઈ લાગશે. પિજન પોસ્ટ એટલે દેશી કબૂતરના પગે પરબીડિયું બાંધીને પહોંચાડવાની વ્યવસ્થા. ઓડિશામાં કટક શહેરમાં પોલીસ વિભાગ આજેય કબૂતરો પાળે છે અને તેની મારફ્ત સંદેશાઓની આપ-લે કરે છે. કેરિયર પિજન સર્વિસ નામનો વિભાગ સંદેશવાહક કબૂતરોનું લાલનપાલન કરે છે. કટકથી ભુવનેશ્વર ૨૫ કિલોમીટર દૂર પરબીડિયું મોકલવાનું હોય ત્યારે એક કબૂતર ઊડે અને ૨૦ મિનિટમાં પહોંચાડી દે.
૧૯૪૬માં બીજા વિશ્વ યુદ્ધ વખતે આ સેવા શરૂ થઈ હતી. યુદ્ધ પૂર્ણ થઈ ગયું, પણ ઓડિશા પોલીસે તાલીમ પામેલાં કબૂતરોનો ઉપયોગ ચાલુ રાખ્યો, જે સાત દાયકા પછી આજેય ચાલે છે. આજે ભલે તેનો નિયમિત ઉપયોગ ના થતો હોય, પણ એક પરંપરા જાળવી રાખવામાં આવી છે. કટકના કબૂતરથી કચ્છના પોસ્ટલ ડ્રોન સુધીનું ઊંડાણ એ આઝાદ ભારતની હરણફાળનું પ્રતીક છે.
સંદેશા માટે હવે ઇન્ટરનેટનો જ ઉપયોગ થાય છે, પણ પાર્સલ કે જરૂરી દસ્તાવેજો ઝડપથી પહોંચાડવા હજીય એરમેઇલની જરૂર પડે. એરમેઇલ દૂરના સ્થળ માટે, પણ નજીક નજીકનાં સેન્ટરો અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જરૂરી સામગ્રી પહોંચાડવા ડ્રોનની જરૂરિયાત ઊભી થવાની છે. ભારતનો ટપાલ વિભાગ તેની તૈયારીમાં છે એ આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ દેશ અવિરત ગતિ કરી રહ્યો છે તેનો પણ નમૂનો છે.
This story is from the August 06, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 06, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?