માર્ટિન મેકવાન
ગુજરાત રાજ્ય રચાયું તેના ૧૩ વર્ષ પહેલાંના સૌરાષ્ટ્ર રાજ્યની આ વાત ‘ઉછરંગરાય ઢેબરની આત્મકથા' વિષયક પુસ્તકમાં વાંચ્યાનું યાદ છે, ત્યારે મુખ્યમંત્રીની કચેરી છાણથી લીંપેલ એક ઓરડામાં હતી અને ભોંય પર આસનપટ્ટા પર મંત્રીમંડળ બેસતું. મુખ્યમંત્રી કે મંત્રીઓ માટે એક્સ-વ્હાય-ઝેડ નામની કોઈ સલામતી ન હતી. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી અને જેમના થકી થયેલ જમીનસુધારણા કાર્યક્રમથી ‘પટેલ પાવર’નો પાયો નંખાયો તે ઉછરંગરાય ઢેબર કોઈ ગામમાં પહોંચ્યા. ઢોલ- ત્રાંસા-નગારાંના સ્વાગતે સરઘસ સભામંડપ સુધી જવા નીકળ્યું. રસ્તામાં મુખ્યમંત્રીને જણાયું કે કોઈ વૃદ્ધ ભાભા તેમના ઝભ્ભાની કિનારી ખેંચી તેમનું ધ્યાન આકર્ષવા કોશિશ કરી રહ્યા છે.
સભા શરૂ થઈ એટલે ઢેબરભાઈએ ભાભાને તકલીફ હોય તો જણાવવા પૂછ્યું. ભાભાએ વિનંતી કરી કે તેમના છોકરાની પત્ની રિસામણે ચાલી ગઈ છે તેને પાછી લાવી આપે. ભાભાએ કબૂલ કર્યું કે તેમના દીકરાએ તેને મારી હતી. મુખ્યમંત્રીએ ભાભાને સમજાવ્યું કે હવે આપણે બધાં આઝાદ થયા એટલે સ્ત્રી પર હાથ ન ઉપાડાય. ભાભાએ સ્ત્રી-સન્માન-શૂન્ય-ભાષામાં કહ્યું: જ્યાં બૈરાંઓને ન મરાય, એવી આઝાદી અમારે જોઈતી નથી.’
ભારતીય બંધારણના પ્રમુખ ઘડવૈયા ડો. આંબેડકરે વિશ્વના અનેક દેશોના ઇતિહાસ અને સમાજવ્યવસ્થા અંગેના વ્યાપક અભ્યાસથી એક તજજ્ઞ તરીકે સમજાવ્યું હતું કે રાજકીય આઝાદી અને સામાજિક આઝાદી વચ્ચે તફાવત છે અને તે બંને એક સિક્કાની બે બાજુ નથી; અર્થાત્ રાજકીય આઝાદી સાથે સામાજિક આઝાદી એની મેળે આવે તેવું શક્ય નથી. તત્કાલીન રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૨૦ના ગાળામાં સામાજિક સુધારાઓના કામને બાજુએ મૂકી રાજકીય આઝાદી પર પોતાનું સઘળું ધ્યાન કેન્દ્રિત કરવા નક્કી કર્યું હતું. તેમનું માનવું હતું કે એકવાર રાજકીય આઝાદી મળે પછી સામાજિક સુધારા લાવવાનું કામ ચપટી વગાડતાં થઈ જશે. ડો. આંબેડકરે આ માન્યતા સામે ગંભીર ચેતવણી આપી હતી જે આજે સાચી પડી છે. જેમને ડો. આંબેડકરના નામ માત્રથી સૂગ ચઢતી હોય તેમને આવી ચેતવણીનું હાર્દ ન સમજાય તે સાચું.
This story is from the August 06, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 06, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?