શૈલેષ રાઠોડ
૧૯૨૩માં જ્યારે ગાંધીજી જેલમાં હતા ત્યારે કોંગ્રેસીઓએ સરદાર પટેલને ભારતીય ધ્વજ નહીં ફરકાવવાના કાયદા સામે નાગપુરમાં સત્યાગ્રહની આગેવાની કરવા કહ્યું હતું. વલ્લભભાઈએ દેશભરમાંથી હજારો સ્વયંસેવકોને એકઠા કરી ધ્વજવંદન યોજ્યું. તેમણે વાટાઘાટો દ્વારા બંદીઓની મુક્તિ કરાવી તથા રાષ્ટ્રવાદીઓ જાહેરમાં ધ્વજવંદન કરી શકે તેવી ગોઠવણ પણ કરાવી હતી.
આણંદના મુખી ગરબડદાસ હરિદાસ અને ખાનપુરના ઠાકોર જીવાભાઈએ ૧૮૫૭ના સંગ્રામમાં નેતૃત્વ કર્યું હતું. ગરબડદાસ તેજસ્વી અને બહાદુર હતા. મોટી મૂછો, લીંબુની ફાડ જેવી ચમકતી આંખો, ખડતલ શરીર, માથે ચરોતરી પાઘડી, કાનમાં સોનાની મરચી પહેરતા ગરબડદાસ મુખીની પંથકમાં માથાભારે અને બહારવટુ ખેડતા લોકોમાં ભારે ધાક હતી.
તેમણે ભીલ, કોળી, નાયક વગેરે મળી આશરે ૨૦૦૦ જેટલા સશસ્ત્ર લોકો એકઠા કર્યા અને ખેડા, નડિયાદ, આણંદ પ્રદેશમાં આવેલા બ્રિટિશ થાણા ઉપર હુમલા કર્યા. આથી બ્રિટિશ લશ્કરે વડોદરાથી તાબડતોબ આણંદ પહોંચી માર્ગમાં ગામડાંઓ લૂંટ્યા તો ઘણાને જેલમાં પૂરી આ સંગ્રામને કચડી નાખ્યો.
ખેડા સત્યાગ્રહ
આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ખેડા સત્યાગ્રહ મહત્ત્વનો પુરવાર થયો હતો. ખેડા સત્યાગ્રહે એક તરફ અંગ્રેજ શાસન સામેના આક્રોશમાં લોકોને સંગઠિત કર્યા, તો બીજી તરફ તેમાંથી ગાંધીજી અને સરદાર પટેલની જોડીની શરૂઆત થઈ. ગાંધીજી અને ખેડા આંદોલન સાથે જોડાવા માટે પટેલે તેમની ધીકતી બેરિસ્ટરી છોડી દીધી હતી. સરદારના આ નિર્ણય અંગે ગાંધીજીએ કહ્યું હતું, ‘વલ્લભભાઈએ મને કહ્યું કે, મારી પ્રેક્ટિસ ધમધોકાર ચાલી રહી છે, તેમાં કોઈ શંકા નથી. મ્યુનિસિપાલિટીમાં પણ હું મોટું કામ કરી રહ્યો છું, પરંતુ ખેડામાં ખેડૂતોનો સંઘર્ષ તેના કરતાં મોટો છે. મારી પ્રેક્ટિસ આજે છે અને કાલે નહીં હોય. મારા પૈસા તો કાલે ઊડી જશે, મારા વારસદારો એને ફૂંકી મારશે એટલે મારે પૈસા કરતાં મોટો વારસો મૂકીને જવું છે.' સરદારે તેમના નિર્ણય વિશે કહ્યું હતું, ‘મેં ક્ષણિક આવેગમાં આવીને નહીં, પણ બહુ મંથન કરીને આ જીવન પસંદ કર્યું છે.’
વલ્લભભાઈએ દેશભરમાંથી હજારો સ્વયંસેવકોને એકઠા કરી ધ્વજવંદન યોજ્યું. રાષ્ટ્રવાદીઓ ધ્વજવંદન કરી શકે તેવી ગોઠવણ પણ કરાવી હતી
This story is from the August 06, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 06, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?