ક્યારેક વાઇફ મને ફરિયાદ કરતી હોય છે કે ‘તમે તો કેવા કંજૂસ છો, કોઈ દિવસ અમને વૉટરપાર્ક જોવા પણ લઈ જતા નથી.’ ત્યારે અમે નિત્ય સ્મરણીય કોન્ટ્રાક્ટરશ્રીને યાદ કરીને જવાબ આપીએ છીએ કે, ‘ગાંડી, જેના ઘરમાં જ વૉટરપાર્કની આટલી સુંદર વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે નિઃસ્વાર્થભાવે કરી આપી હોય તે જોવાનું મૂકીને બહારના વૉટરપાર્ક જોવાનું ગાંડપણ તને કેમ થયું?’ આમ કહીને અમે તેને મનાવી લઈએ છીએ. પછી ઝરમર ઝરમર વરસતા વરસાદમાં અમે એને અમારા ધાબા પર – (અમારું ધાબું એટલે.. મકાનનું ધાબું! જોકે આમેય અમારા માથે છાપરું રહ્યું જ નથી ધાબું જ થઈ ગયું છે) લઈ જઈએ છીએ અને ધાબા પર ભરાઈ ગયેલી નાની નાની તલાવડીઓ બતાવીએ છીએ અને ગર્વથી કહીએ છીએ કે, “જો આ આપણું દાલ સરોવર, પેલું આપણું નખી સરોવર અને અહીં પગ પાસે દેખાય છે તે આપણું ‘નળ’ સરોવર.” જોકે અમારું નળ-સરોવર તો વગર ચોમાસે પણ સોળે કાંઠે ભરાયેલું જ રહે છે, કારણ કે ધાબા પરની ટાંકીનો મેઇન નળ હંમેશાં શરદીનો દરદી હોવાથી ટપકતો જ રહે છે.
અમારા ધાબા પર ત્રણ ત્રણ સરોવરોનું વરદાન અમને ફળ્યું છે. અમારા પરમ કૃપાળુ બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોના સહિયારા આશીર્વાદને કારણે જ! આ સરોવરોમાં હંસો તરતાં દેખાય નહીં એટલું જ બાકી રહ્યું છે અને એ તો એવું છે ને કે ઘરઆંગણે ત્રણ ત્રણ સરોવરોની સુવિધા જોઈતી હોય તો કેટલુંક જતું પણ કરવું પડે. આનાથી વધારે અપેક્ષાઓ કોન્ટ્રાક્ટર પાસેથી રાખીએ એ પણ વાજબી ન કહેવાય. જેમ શોભતું હોય એમ શોભે.
હમણાં જ - થોડા દિવસ પહેલાં અમારો મિત્ર બાબુ બૉસ તેના પરિવાર સાથે અમારા ઘરે આવ્યો. ચા-નાસ્તો કરતાં કરતાં એણે વાઇફને પૂછ્યું, ‘ભાભી, તમે આ વૉલ પોસ્ટર ક્યાંથી લાવ્યા?’
‘લાવ્યા નથી, ખરીદ્યું છે.’ વાઇફે ત્રાંસી નજરે મારી સામે જોઈને કહ્યું.
‘ક્યાંથી ખરીદ્યું? મારે પણ ખરીદવું છે.’ બાબુએ જિજ્ઞાસા બતાવી.
‘પૂછો તમારા ભાઈબંધને.’
This story is from the August 27, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 27, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?