ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા
ABHIYAAN|September 03, 2022
યુવાપેઢીને ‘ જવાની ઝિંદાબાદ'ના મોજીલા મૂડમાં મસ્તીભેર જીવતાં જોઈ મોટા ભાગના વડીલો પેલા ‘ઉલ્ટા ચશ્મા’વાળા ભીડે માસ્ટરની જેમ હમારે જમાને મેં...'વાળો રાગ આલાપવા માંડે. આવા વડીલોને કહેવાનું મન જરૂર થાય કે, કદાચ તમે ‘ ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા' કવિતાનો રટ્ટો મારી ડુંગરાની કલ્પના કરી બેસી રહ્યા હશો, પણ આ યંગસ્ટર્સ તો ગામને પાદરે કે શહેરને સીમાડે આવેલા ડુંગરા જ નહીં, ગગનચુંબી શિખરો અને સાગરની લહેરોને પણ સ્પર્શવા નીકળી પડે જનાબ!
સુશીલા મેક્વાન
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા

મોટા ભાગે યુવાનો અભ્યાસ પૂરો કર્યા પછી વ્યવસાય કે નોકરી સાથે એ રીતે જોડાઈ જતા હોય છે કે તેમના જીવનમાંથી ઍડવેન્ચર નામની ચીજ નામશેષ થઈ જાય છે. બે પૈસા કમાવાની ઉપાધિમાં સાહસિકતા જેવું પણ કંઈક હોય છે એ પણ તેઓ ભૂલી જાય છે. જોકે યુવાનોનો એક વર્ગ એવો છે જે આ રૂટિન દોડધામ વચ્ચે પણ સમય કાઢીને ‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મની માફક કંઈક કરી છૂટે છે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ અને પડકારોને પહોંચી વળવાનો તેમનો જુસ્સો ટકી રહે છે.

આવી જ એક સાહસિક યુવતી છે વડોદરાની ૨૪ વર્ષની આઈટી પ્રોફેશનલ ભક્તિ ખખ્ખર. તે કહે છે, ‘ગ્રેજ્યુએશન સુધી તો હું પણ કિતાબી કીડો હતી. ઓન્લી સ્ટડી, નથિંગ એલ્સ! પણ ગ્રેજ્યુએશન બાદ એક પ્રોજેક્ટ માટે મારે અમદાવાદ જવાનું થયું. એક તો સમય પસાર કરવા, બીજું ફિઝિકલ એક્સરસાઇઝ મળે તે માટે હું એક એનજીઓમાં જોડાઈ. તે સંસ્થામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાંથી બે પ્રવૃત્તિઓએ મને આકર્ષીઃ સાઇક્લિંગ અને ટ્રેકિંગ.’

વધુમાં તે કહે છે, “સંસ્થાના નેજા હેઠળ યોજાયેલા ચાર દિવસના ટ્રેકિંગ કેમ્પમાં મેં ભાગ લીધો અને મજા પડી ગઈ. એક નવા સવા સાહસનો સ્વાદ મને દાઢે વળગ્યો. માનોને ફ્રેન્ડશિપ થઈ ગઈ. પછી તો ‘યા હોમ’ કરીને ઝંપલાવીએ તો જ ફતેહ મળે ને? દિલમાં ધગશ અને કંઈક સાહસ કરી બતાવવાનું જોશ ઉછાળા મારતું હતું. અહીં તો પોતે જ પોતાને ‘how’s the josh’ કહેવું પડે! કોઈ પણ સાહસ સપાટી ઉપર રહીને જોવું અને તેમાં જોતરાઈને અનુભવવું તદ્દન અલગ છે. પાણીમાં ઊતર્યા પછી જ પાણીના પાવરનો અંદાજ આવે તેમ ચાર દિવસના ટ્રેકિંગ પ્રેક્ટિકલ બાદ સમજાઈ ગયું કે, without practice it is not possible. માર્ગદર્શન અને માહિતી માટે ગાઇડ હાજર હતા, પણ ઝંપલાવવાનું તો જાતે જ હતું. સાહસના હવનકુંડમાં લગાતાર ત્રણ મહિના સુધી નિયમિત પાંચ કિલોમીટર દોડવાની અને ૨૦ કિલોગ્રામની બેગ ઊંચકીને ૧૦ માળ ચડ-ઊતર કરવાની કડક પ્રેક્ટિસની આહુતિ આપી ત્યારે કંઈક જોમની જ્યોત પ્રજ્વળી. હવે કમર કસી જ લીધી હતી તો પારોઠનાં પગલાં કેમ ભરવાં?’’

This story is from the September 03, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the September 03, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025