પાંત્રીસ-ચાલીસ વર્ષ અગાઉની વાત છે. સુરતમાં અમારા ગામના કેટલાક નવયુવાનો કામધંધા માટે આવ્યા હતા. એ દિવસોમાં સુરતમાં એક રેસ્ટોરાં ખૂલી હતી. તેની પબ્લિસિટી ખૂબ થઈ હતી. ત્રણ-ચાર યુવાનોને થયું કે ચાલો, જોઈ આવીએ કે ત્યાં શું મળે છે? મેનુ કાર્ડ વાંચ્યું તો ભાવ અતિશય ઊંચા. ડિશોનાં અંગ્રેજી નામો, ગુજરાતીમાં પણ લખેલાં. રેસ્ટોરાંની અંદર આવી ગયા. હવે કરવું શું? નક્કી કર્યું કે જે સસ્તી ડિશ હોય તે મગાવીએ. સૌથી સસ્તું વેજિટેબલ સલાડ (હવે સલાડને બદલે સેલડ્ ઉચ્ચાર શરૂ થયો છે) હતું, પણ વેજિટેબલ સલાડ એટલે શું તેની કોઈ ગતાગમ ન હતી. આઠ રૂપિયામાં મળતું હતું તેથી મગાવ્યું. ગાજર, મૂળા, કાકડીની ડિશ આવી. એ ખાઈને બહાર નીકળી ગયા. આઠ રૂપિયાના ગાજર, મૂળા ખાધાં એ પણ તેઓને ખૂબ હાસ્યાસ્પદ લાગ્યું. પ્રસંગ યાદ કરીને વારંવાર હસતાં.
હવેના જમાનામાં ડિશો, વાનગીઓ, તેને રજૂ કરવાની રીતો ખૂબ વધી ગઈ તેમ તેને લગતી કુતૂહલતા પણ ઘટી ગઈ. ત્રણ-ચાર દશક અગાઉ ગ્રામ્ય વિસ્તારોમાં બે મેનુ હતાં. એટલે રોજનાં શાક, ભાત, રોટલો કે રોટલી, ખીચડી અને કઢી. બીજું મેનુ લગ્ન કે પ્રસંગ વખતનું. લાડુ, મોહનથાળ, ગાંઠિયા, ફરસાણ, શાક, દાળ, ભાત. રોજ રોટલા-રોટલી ખાઈને લોકો રાહ જોતાં કે કોઈ સુખી ખેડૂતને ત્યાં લગ્નનો પ્રસંગ આવે. આજે જ્યારે જે ખાવું હોય તે ઉપલબ્ધ છે તેથી ઇન્તજાર અને તેની મીઠાશ ભોજનમાં જણાતી નથી. પાણી પીવાની મજા ત્યારે આવે જ્યારે ખૂબ તરસ લાગે. અંગ્રેજીમાં કહેવત છે કે ભૂખ એ સૌથી સ્વાદિષ્ટ રાંધતો રસોઇઓ છે. અગાઉ લોકો ફળ ખાઈને કંઈક ગળપણ ખાવાનો આનંદ લેતા. આજનાં શહેરી બાળકોને ફળ ખાવા માટે સમજાવવા પડે છે. પિત્ઝા, બર્ગર, ચાઉ મેન, ચોપસી (કે ચોપ સ્વી) કરતાં પણ વાત આગળ વધી ગઈ છે. હજારો નવી વાનગીઓ, નવી ભેળ, નવી ભેળસેળ બજારોમાં આવી છે. યાદશક્તિ તેની સાથે તાલ મિલાવી શકતી નથી. રેસ્ટોરાંમાં મોંઘી ડિશોએ ભારત જેવા દેશના એક મોટા વર્ગને નવી જીવનશૈલીથી અલગ રાખ્યો છે. દક્ષિણ ગુજરાતના ગ્રામીણ લોકો હજી રોજ ચોખા, જુવારનો રોટલો અને કઠોળ કે બીજું શાક ખાય. એવું અનેક જગ્યાએ છે છતાં પણ પાંઉભાજી, દાબેલી, લોચો વગેરે અગાઉ ખાવા મળતાં ન હતાં, તે હવે મળે છે. શહેરી વિસ્તારો અને હાઈવે પરની રેસ્ટોરાંની વાનગીઓની ઊંચી કિંમત લોકોને તે પસંદ કરતા રોકે જરૂર છે, પણ નવાઈ પમાડતી નથી.
This story is from the September 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?