મરાઠી વાનગીઓ વડોદરાવાસીઓને વહાલી કઈ રીતે બની?
ABHIYAAN|September 10, 2022
પ્રત્યેક પ્રદેશની રહેણીકરણી તથા ખાણીપીણી ઉપર ત્યાં રહેતા મોટા જનસમુદાયનો પ્રભાવ રહેવાનો જ. શાસન પ્રણાલીની પણ અસર રહે. તેથી જ આપણે ત્યાં દરેક પ્રદેશની કોઈક ને કોઈક વિશેષ વાનગીઓ જોવા મળે છે. દીવ દમણ કે ગોવામાં પોર્ટુગીઝોની અસર ત્યાંના ફૂડ ઉપર આજે પણ જોવા મળે છે. એવી જ રીતે મરાઠા શાસન હેઠળ રહી ચૂકેલા વડોદરામાં આજે પણ મરાઠી વાનગીઓનો પ્રભાવ જોઈ શકાય છે.
સુશીલા મેકવાન
મરાઠી વાનગીઓ વડોદરાવાસીઓને વહાલી કઈ રીતે બની?

અગાઉના સમય કરતાં આજે વાનગીઓની બનાવટ પણ બદલાઈ ગઈ છે અને સ્વરૂપ પણ બદલાઈ ગયું છે એમ કહીએ તો ચાલે. પ્રત્યેક વાનગી અત્યારે એક પ્રયોગશાળામાં છે તેની ઉપર અવનવા અખતરા થઈ રહ્યા છે અને નવા નવા નામે લોકોને આકર્ષવાની હરીફાઈ ચાલી રહી છે. આ સંજોગોમાં પણ અમુક વાનગીઓ તેમનું મૂળ નામ અને લોકપ્રિયતા બરકરાર રાખી પોત પોતાના ક્રમે સ્થિર ઊભેલી જોવા મળે છે. શહેરે શહેરે આ ક્રમ બદલાતો રહે છે.

વડોદરાની વાત કરીએ તો અહીંની વાનગીઓનું નામ પડતાં જ મિસળ પાંઉ, સેવઉસળ કે લીલો ચેવડો ’ને ભાખરવડી નજર સમક્ષ તરવરે. તેમાં સેવઉસળનું તો મૂળ જ વડોદરા ગણાય. આ વિશે વડોદરાના ઇતિહાસવિદ ચંદ્રશેખર પાટીલે ‘અભિયાન’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘વડોદરામાં ૧૭મી સદીમાં મુઘલો પાસેથી સત્તા મરાઠાઓ પાસે આવી. પાણીપત યુદ્ધમાં અફઘાનો સામે પેશવાઓ હારતા પેશ્વાએ પેલાજી ગાયકવાડને વડોદરાનો વહીવટ સોંપ્યો અને તે પછી મરાઠા સામ્રાજ્યએ લગભગ ૨૦૦થી ૨૫૦ વર્ષ શાસન કર્યું. ગાયકવાડી શાસનને પરિણામે વડોદરામાં મરાઠી કર્મચારીઓ, સૈનિકો, અમલદારો મોટા પ્રમાણમાં આવીને વસ્યા અને તેમની સાથે આવી તેમની મરાઠી વાનગીઓ જે હવે વડોદરાની વાનગીઓ બની ગઈ છે.’

વધુમાં તેમણે કહ્યું કે, ‘સયાજીનગરીને સંસ્કારી નગરી બનાવવામાં સિંહ ફાળો આપનાર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા આખી દુનિયામાં ભ્રમણ કરતા અને જ્યાંથી મળે ત્યાંથી ત્યાંની શ્રેષ્ઠ વસ્તુઓ વડોદરામાં આયાત કરતા. આ શોખ પશુ-પક્ષી કે વનસ્પતિ સુધી સીમિત ન રહ્યો, પણ વાનગીઓ સુધી વિસ્તર્યો. સયાજીરાવે વિશ્વની વિવિધ વાનગીઓની માહિતીનો મરાઠીમાં અનુવાદ કરાવી ૨૧ ગ્રંથો પ્રસિદ્ધ કરાવ્યા હતા. જેમાં ૫૦૦થી ૬૦૦ હજાર પાનાં હતાં.’

This story is from the September 10, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the September 10, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025