શરીર તંદુરસ્તપણે કામ કરે તે માટે શરીરની અંદરના કોષ (સેલ) તંદુરસ્ત હોય તે ખૂબ જરૂરી છે. કોષનો જન્મ, સંખ્યા, મૃત્યુ પર શરીરના ડીએનએનો કાબૂ હોય છે. જો આ ડીનએનએ વિભાજિત થાય, તેની સંખ્યા વધે તો કોષો પર નિયંત્રણ રહેતું નથી. બેકાબૂ કોષો જ્યારે તેઓએ મરવું જોઈએ ત્યારે મરતા નથી અને કોષો પણ અનેક વખત વધીને શરીરમાં સંખ્યા અથવા ફેલાવો વધારતા રહે છે. પ્રારંભમાં શરીરની બહાર કે અંદર નાનકડી ગાંઠના રૂપમાં તેઓ જમા થાય. તેનો દુખાવો હોતો નથી અને શરીરની અંદર હોય તો તેની હાજરીની ખબર પણ પડતી નથી. શરીરની કોઈ બખોલમાં ટ્યૂમર મોટું થાય તો ઘણી વખત તે ત્રીજા કે ચોથા સ્ટેજમાં પ્રવેશી જાય ત્યારે ખબર પડે. એ વિકૃત કોષો શરીરની મુખ્યધારામાં પ્રવેશીને બીજી, ત્રીજી જગ્યાએ ક્રમશઃ ઘર (ટ્યૂમર) બનાવે. એક હદથી વધી ગયા બાદ તેના પર કિમોથેરપીની સારવારની કોઈ અસર થતી નથી.
બધાં કૅન્સર એક સરખાં હોતાં નથી. તે લાગુ પડવાનાં પેટા કારણો અલગ - અલગ હોય છે, પરંતુ આખરે બધામાં કોઈક ને કોઈક રીતે શરીરના કોષો ખતમ થતાં હોય છે. એકસોથી વધુ પ્રકારનાં કૅન્સર છે. અમુક લોકોના શરીરમાં વારસાગત રીતે અમુક ડીએનએ ઊતરી આવે છે, જેના કારણે એ કુળના લોકોમાં એ પ્રકારના કૅન્સર થવાનું જોખમ વધુ રહે છે. અમેરિકા અને વિકસિત દેશોમાં કૅન્સરનાં સંશોધનો અને ઔષધ નિર્માણ પાછળ અનેક દાયકાઓથી લાખો વિજ્ઞાનીઓએ કામ કર્યું છે અને કરી રહ્યા છે. બેસુમાર નાણાં રોક્યા છે, કારણ કે ગોરી અથવા કોકેસિયન પ્રજામાં કૅન્સરનું પ્રમાણ ખૂબ મોટું છે. હમણાં થોડા મહિના અગાઉ આપણે ‘અભિયાન’માં વાંચી ગયા કે પ્રસિદ્ધ હોલિવૂડ અભિનેત્રી એન્જેલિના જોલીના કુટુંબમાં, સ્તન કૅન્સર ઉપજાવે એવા ડીએનએ છે. એન્જેલિનાને કૅન્સર થવાની શક્યતા ખૂબ ઊંચી હતી. અગમચેતી કાજે એન્જેલિનાએ સર્જરીથી પોતાનાં બંને સ્તન દૂર કરાવી નાખ્યાં છે. જે પ્રોસિજર માસ્ટેક્ટોમી તરીકે ઓળખાય છે. ન રહે બાંસ, ન બજે બાંસુરી. પણ ખૂબ સમૃદ્ધ લોકો આ પ્રકારની તપાસ અને પ્રોસિજરો અગાઉથી કરાવી શકતા હોય છે.
કૅન્સર શરીરમાં ક્યાં થાય છે, શેના કારણે થાય છે તે મુજબ તેને એકસોથી વધુ નામ અપાયાં છે, પરંતુ તે બધાને પાંચ અલગ - અલગ છત્રીઓ (અંબ્રેલા) હેઠળ વર્ગીકૃત કરાય છે. એક, કાર્સિનોમા, બે સારકોમા, ત્રણ મેલેનોમા, ચાર લિમ્ફોમા, પાંચ લ્યુકેમિયા.
This story is from the October 01, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 01, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?