ઉત્તર ગુજરાત ચૂંટણીમાં પણ મધ્યસ્થ ભૂમિકા ભજવશે?
ABHIYAAN|October 01, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે એમ એમ રાજકીય વાતાવરણ રંગ પકડી રહ્યું છે. આ વખતે જેની શક્યતા છે એ ત્રિકોણિયા જંગને કારણે મતદારોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. બદલાયેલી આર્થિક-રાજકીય પરિસ્થિતિનો લાભ લેવા દરેક પક્ષ સક્રિય છે, તો સાથે સાથે રાજ્યનું પ્રાદેશિક વૈવિધ્ય પણ દરેક પક્ષની વ્યૂહરચના ઉપર કેવો પ્રભાવ પાડી શકે છે એની ચર્ચા અહીં વિગતવાર માંડવામાં આવી છે.
ઉત્તર ગુજરાત ચૂંટણીમાં પણ મધ્યસ્થ ભૂમિકા ભજવશે?

ગત અઠવાડિયે ગુજરાતી ટીવી ચેનલ્સ પર નાટકીય દશ્યો ચાલ્યાં. મધરાતે એક બંગલામાં કેટલાંક વાહનો પ્રવેશ્યાં અને થોડી વાર પછી રવાના થયાં. સીસીટીવી ફૂટેજ સાથે સમાચાર ચાલ્યા કે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. વર્ષો જૂના કેસમાં મધરાતે ધરપકડથી આશ્ચર્ય થવાનું, કેમ કે આ કોઈ ફોજદારી બાબત નહોતી કે આરોપીને ઊંઘતા ઝડપી લેવો પડે. નાણાકીય ગેરરીતિના આરોપો વચ્ચે કોઈ મહત્ત્વના નેતાની ધરપકડ થાય ત્યારે તેના રાજકીય પડઘા પડે એ સ્પષ્ટ છે. તેમની ધરપકડ સામે અર્બુદા સેનાના ટેકેદારોએ ધમાલ પણ કરી અને કેટલાંક ગામોમાં ભાજપ પ્રવેશબંધીનાં બોર્ડ પણ લાગ્યાં.

વિપુલ ચૌધરી એટલે દૂધસાગર ડેરીના સંચાલક. ડેરીના કારોબારમાં જ તેમણે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યાના આરોપો મૂકાયા છે. જૂના લોકો વિપુલ ચૌધરીને આશાસ્પદ યુવા નેતા તરીકે પણ યાદ કરે છે. ત્રણેક દાયકા પહેલાં ત્રણ યુવાનો ચર્ચામાં હતા - ચીમનભાઈના સાથી નરહિર અમીન, શંકરસિંહના સાથી વિપુલ ચૌધરી અને નરેન્દ્ર મોદીના સાથી અમિત શાહ. દૂધસાગર ડેરીના સંસ્થાપક માનસિંહભાઈ પટેલનો સહકારી ક્ષેત્ર ઉપરાંત રાજકીય વારસો પણ વિપુલ ચૌધરીને મળ્યો હતો.

એક હજુરિયા-ખજુરિયા કાંડમાં અનેકની કારકિર્દી રોળાઈ ગઈ તેમાં વિપુલભાઈ પણ ખરા. શંકરસિંહ સાથે ગયા અને બાદમાં ભાજપમાં પાછા ફર્યા. એક બેસતા વર્ષે તેઓ નરેન્દ્ર મોદીને પગે લાગ્યા તે દશ્યો પણ ટીવી પર ડ્રામેટિક રીતે પેશ થયાં હતાં. વિપુલ ચૌધરી પગે પડ્યા, પણ સામાય પડી શકે તેવી સ્થિતિમાં તેમને ઠેકાણે પાડી દેવાયા તેવી ચર્ચા છે. તેના કારણે ઉત્તર ગુજરાતની ૨૦ બેઠકો પર અસર થશે તેવી ચર્ચા થઈ.

ઉત્તર ગુજરાતની ચર્ચા

રાજ્યની ચૂંટણીની વાતમાં પ્રાદેશિક એકમોની અલગથી ચર્ચા થાય. ગુજરાતમાં ચાર મુખ્ય રાજકીય એકમો છે - ઉત્તર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રકચ્છ. આ દરેકના પેટા વિભાગો પણ છે અને તેની ગણતરી જુદી થતી હોય છે, પણ મુખ્યત્વે પ્રદેશવાર ગણતરી થાય. ૨૦૧૭ અને તે પછીથી સૌરાષ્ટ્ર અને સુરત ધ્યાન ખેંચતા રહ્યા છે, પણ છેલ્લા થોડા મહિનાની ઘટનાઓથી ઉત્તર ગુજરાત પણ ચર્ચામાં આવ્યું છે.

This story is from the October 01, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 01, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025