પૂજ્ય બાપુ,
નમસ્કાર,
આજે બીજી ઑક્ટોબર, તમારો બર્થ ડે. હેપી બર્થ ડે બાપુ! હું રાજકારણી નથી છતાં શુભેચ્છા પાઠવું છું કે ‘મેની મેની હેપી રિટન્સ ઑફ ધ ડે!’ સૌ પ્રથમ તો બાપુ, મારે તમારી કુશળતા પૂછવી જોઈએ, પણ તમારી કુશળતા પૂછવા જેટલો હું કુશળ નથી, એટલે કુશળતા નહીં પૂછવા બદલ ક્ષમા કરશો.
બાપુ, દર વર્ષે અમે ભારતવાસીઓ તમને વધુમાં વધુ બે વાર તો યાદ કરી જ લેતાં હોઈએ છીએ. એમાંય બીજી ઑક્ટોબર તો ખાસ! કારણ કે એ દિવસોમાં ખાદી ખરીદવામાં વળતર મળે છે! કેટલાક તો આ દિવસોમાં જ ‘ગાદી’ ખરીદવામાં (સામેના ધારાસભ્યને ખરીદવામાં) સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ જાહેર કરતાં હોય છે. બાપુ, તમને તો ક્યાંથી ખબર હોય, પણ તમારા ગયા પછી અમારા રાજકારણીઓએ રાજકારણને ‘ખરીદ-વેચાણ સંઘ’માં પરિવર્તિત કરી નાખ્યું છે અને ઑક્ટોબર મહિનામાં (આમ તો દર વર્ષે સપ્ટેમ્બરથી જ શરૂ થઈ જાય તેવું) ‘જેન્યુઇન સેલ’ જોવા મળે છે. જેમાં કેટલાક ઇફેક્ટિવ ધારાસભ્યો અન્ય પાર્ટીના હાથે ખરીદાઈ જાય છે, પણ અમુક ‘ડિફેક્ટિવ’ ધારાસભ્યોનું વેચાણ તો પચાસ ટકા ડિસ્કાઉન્ટના ભાવે પણ નથી થઈ શકતું!
બાપુ, આવો ડિફેક્ટિવ માલ વરસો વરસથી અમારા પાટનગરના રાજકીય ગોડાઉનમાં ઊધઈ ખાતો પડ્યો રહે છે. કરુણતા તો બાપુ, એ છે કે આવો ડિફેક્ટિવ માલ ક્રમશઃ વધતો જ જાય છે. ઊધઈથી માલને અસર નથી થતી, પણ આવા માલને લીધે ઊધઈ સાફ થવા માંડી છે! તમે તો બાપુ પેલા રડ્યા ખડ્યા ‘સત્ય’ને શોધવામાં, સત્યને સમજવામાં પૂરી જિંદગી ખર્ચી નાખી, પણ અત્યારે તમારે એ લાડકવાયું સત્ય અમને ક્યાંય અનુભવવા તો શું, જોવા ય નથી મળતું! અમારા નેતાઓએ ‘સત્ય’ને શોધવામાં, સત્યને સમજવામાં આખી જિંદગી ખર્ચી નાખી, પણ અત્યારે તમારું એ લાડકવાયું સત્ય અમને ક્યાંય અનુભવવા તો શું, જોવાય નથી મળતું! અમારા નેતાઓએ સત્યને મોઢે લાચારીનો ડૂચો મારી દીધો છે. તમે તો તમારી આખી જિંદગીની લેબોરેટરીમાં ‘સત્યના પ્રયોગો’ જ કર્યા, પણ તમારા વારસદારો (કૌટુંબિક વારસદારો નહીં, રાજકીય અને ખાદી વારસદારો)એ તો એ જ ‘સત્ય’ને ‘અસત્ય'નો યુનિફોર્મ પહેરાવી દીધો છે.
This story is from the October 08, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 08, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?