ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વર્ષના અંત પહેલાં યોજાનારીચૂંટણી ઓ માટેના ઓપિનિયન પોલ - જનમત સર્વેક્ષણો આવવાની શરૂઆત થઈ ગઈ છે. આવા એક સી-વૉટરના સર્વેક્ષણમાં હિમાચલ પ્રદેશમાં સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર દેખાતો નથી. ગુજરાતમાં પણ આમ જુઓ તો સત્તા પરિવર્તન નહીં થાય, ઉલટાની ભાજપની સ્થિતિ બેઠકોની સંખ્યાની દૃષ્ટિએ મજબૂત બનશે એવું તારણ નીકળ્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ ભાજપને ફરીથી સત્તા મળશે એવું લોકોનું કહેવું છે, પરંતુ ત્યાં સીધો મુકાબલો હજીય કોંગ્રેસની સામે જ છે. તેની સામે ગુજરાતમાં ભાજપને વધારે બેઠકો સાથે ફરી સત્તા મળશે એવું લોકોને લાગે છે, પણ ગુજરાતની ચૂંટણીમાં ત્રીજો વિકલ્પ પણ સારા એવા મતો લઈ જશે તેવું માને છે.
‘અભિયાને’ અગાઉના અંકમાં વિગતવાર આંકડા અને તર્ક સાથે દર્શાવ્યું હતું કે આ વખતે ૩૩ વર્ષ પછી ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ છે, પરંતુ આ જંગ મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં ખેલાશે એવું લાગી રહ્યું છે, કેમ કે આમ આદમી પાર્ટીની સક્રિયતા સૌથી વધારે શહેરી વિસ્તારોમાં દેખાઈ રહી છે. આદિવાસી પટ્ટામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન થવાનું હતું તે શક્ય બન્યું નથી. છોટુભાઈ વસાવાને લાગ્યું કે પોતાને ઓછો ફાયદો થશે, આપને વધારે ફાયદો થશે એટલે તેમણે ગઠબંધનમાંથી નીકળી જવાનું નક્કી કર્યું. તેનો અર્થ એ કે આદિવાસી બેઠકો પર પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુકાબલો રહેશે. કોંગ્રેસે ગ્રામીણ વિસ્તારોમાં પોતાના જોર ૫૨ જીતેલા ધારાસભ્યોને ફરીથી ટિકિટો આપવાની જાહેરાત કરી દીધી છે. એટલે કોંગ્રેસ પક્ષ તરીકે નબળો પડે તોય આ મજબૂત ધારાસભ્યો પોતાના જોરે પોતાની બેઠકો જીતી શકે ખરા. એ રીતે પણ ગુજરાતમાં નિર્ણાયક જંગ શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં ખેલાશે એમ કહેવામાં ખોટું નથી.
ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ૧૬થી ૧૮ ટકા જેટલા મતો મળવાનું અનુમાન છે, ત્યારે તેનું નુકસાન સ્વાભાવિક છે કે કોંગ્રેસને જ થતું હોય તેવું દેખાય. ગત વખતે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો દેખાવ સૌથી સારો હતો અને ૩૦ બેઠકો મળી ગઈ હતી. ભાજપ ૯૯ના આંકડામાં આવી ગયો હતો, કેમ કે (૨૦૧૨ની સામે ૨૦૧૭માં) સૌરાષ્ટ્રની ૧૩ બેઠકો ભાજપે ગુમાવી અને માત્ર ૨૩ બેઠકો જ બચી હતી.
This story is from the October 15, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 15, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?