મધ્ય ગુજરાતમાં બેઠકો પ્રમાણે મુદ્દાઓ ચાલશે?
ABHIYAAN|October 22, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેમ શહેર વિસ્તારોની બેઠકો મહત્ત્વ ધરાવે છે એ રીતે મધ્ય ગુજરાતની બેઠકો પણ ભાજપ-કોંગ્રેસ બન્ને માટે નિર્ણાયક બની રહેશે. વળી, આ વખતે ત્રીજો પક્ષ પણ પ્રવેશ્યો હોવાથી ભાજપ-કોંગ્રેસ બન્ને પોતપોતાની બેઠકો કઈ રીતે સાચવશે એ જોવું રસપ્રદ બની રહેશે.
દિલીપ ગોહિલ
મધ્ય ગુજરાતમાં બેઠકો પ્રમાણે મુદ્દાઓ ચાલશે?

૧૯૯૦થી ગુજરાતમાં ભાજપના ઉદયની શરૂઆત થઈ ગઈ હતી. સમગ્ર ગુજરાતમાં ૨૬.૭ ટકા મતો સાથે ૬૭ બેઠકો મળી હતી. ૧૯૯૫માં સીધા જ ૪૨.૫ ટકા મતો અને ૧૨૧ બેઠકો મળી ગઈ હતી. ૧૯૯૮માં ફરીથી ચૂંટણી આવી ત્યારે રાજપાને કારણે ૪ બેઠકો ઘટી હતી, પરંતુ મતો વધીને ૪૪.૮ ટકા થયા હતા. તે પછી આવ્યું ૨૦૦૨નું વર્ષ અને ભાજપના મતોની ટકાવારી ૪૯.૮ ટકા થઈ ગઈ.

અડધોઅડધ મતદારોનું સમર્થન મેળવી શકનાર પક્ષ લાંબો સમય મજબૂત રહે તે સમજી શકાય તેવી વાત છે.

ગુજરાતમાં સમગ્ર રીતે ભાજપ અને કોંગ્રેસની સ્પર્ધાની આપણે ચર્ચા કરતા રહીએ છીએ, પણ દરેક ચૂંટણીમાં એક કે બે પ્રદેશોનાં પરિણામો પણ અગત્યનાં બની જતાં હોય છે. એ સંદર્ભમાં આપણે યાદ કરવું પડે કે ૨૦૧૭માં સૌથી વધુ ચર્ચા સૌરાષ્ટ્રની થઈ, કેમ કે કોંગ્રેસને અહીં ૧૫ બેઠકોના ફાયદા સાથે જોરદાર સફળતા મળી હતી.

સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ ગણાતો રહ્યો હતો, પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પણ સૌરાષ્ટ્રમાંથી આવ્યા હતા અને સૌરાષ્ટ્રમાં જ બોટાદ અને માણાવદરથી પાયો નખાયો હતો. રાજકોટમાં તે પાયા પર ઇમારત ચણાવા લાગી હતી અને ધીમે ધીમે બીજા જિલ્લાઓમાં પણ ભાજપ આગળ આવ્યો.

સૌરાષ્ટ્ર માટે ભાજપનો ગઢ એવો શબ્દ વપરાય છે તે રીતે મધ્ય ગુજરાત માટે પણ તે શબ્દ કોંગ્રેસ માટે વપરાતો રહે છે. જોકે સીમાંકન પછી મધ્ય ગુજરાતમાં બેઠકો વધીને ૬૧ થઈ અને અમદાવાદ તથા વડોદરા શહેરી વિસ્તારોની બેઠકો હિન્દુત્વના કારણે ભાજપ માટે સૉલિડ બેઠકો બની પછી સમગ્ર રીતે મધ્ય ગુજરાતનું ચિત્ર બદલાયું.

પરંતુ મધ્ય ગુજરાતમાં પણ ત્રણ પેટા વિભાગો પડી શકે છે. અમદાવાદગાંધીનગરનો પટ્ટો અને તેની સાથે વડોદરાને જોડીએ તો શહેરી બેઠકોનો એક વિશાળ પટ્ટો. ત્યાર બાદ મધ્ય પ્રદેશની સરહદે આવેલી ગોધરા, દાહોદ અને પંચમહાલની આદિવાસી બેઠકો અને ત્રીજો એક વિભાગ એટલે મધ્ય ગુજરાતમાં પણ મધ્ય એવો આણંદ-ખેડાનો પટ્ટો.

ગુજરાતમાં કોંગ્રેસને સૌથી જંગી લીડ અપાવનાર માધવસિંહ સોલંકી અને તેમના પરિવારનો આ ગઢ. તેમના સસરા ઈશ્વરસિંહ ચાવડા, ચાવડાના પૌત્ર અમિત ચાવડા આજે પણ કોંગ્રેસને અહીં સાચવીને બેઠા છે. ભરતસિંહ સોલંકીને પક્ષે હાલમાં નિષ્ક્રિય રાખ્યા છે, પરંતુ બે વખત લોકસભા જીતનારા ભરતસિંહે ૨૦૦૭માં પ્રદેશ પ્રમુખ તરીકે મધ્ય ગુજરાતમાંથી કોંગ્રેસની સાત બેઠકો પરત મેળવી હતી.

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025