અમેરિકન હાસ્ય લેખક માર્ક ટ્વેઇનના જીવનનો એક પ્રસંગ છે. એક દિવસ એ વરસતા સ્નોરેઇનમાં ભીંજાઈને ઘરે આવ્યા. વાઇફે (અલબત્ત માર્ક ટ્વેઇનની વાઇફે) ક્રોસ આર્ગ્યુમૅન્ટ કરીઃ “અરે, છત્રી લઈને જવું’તું ને? છત્રી લઈ ગયા હોત તો આટલા ભીંજાઈ ગયા ન હોત ને?’’ ત્યારે માર્ક ટ્વેઇને ઍવરેજ હસબન્ડની જેમ ગુનાઇત નમ્રતાથી કહ્યું: ‘છત્રી તો હું લઈને જ ગયેલો, પણ.…'
‘ક્યાંક ભૂલીને આવ્યા, ખરું ને?’ વાઇફે રિમાન્ડ શરૂ કર્યા, ‘મને ખબર જ હતી અને એટલે હું તમને કહેતી હોઉં છું કે છત્રીને બદલે રેઇનકોટ લઈને જાઓ. રેઇનકોટ પહેરેલો હોય એટલે ભૂલાઈ જવાની શક્યતા જ ન રહેને?’ માર્ક ટ્વેઇને ધીરેથી કહ્યું, ‘તો પછી હું ખુદ જ ક્યાંક ભૂલાઈ ગયો હોત.’ ‘બહાના ન બનાવો,’ રિમાન્ડ ચાલુ જ હતા, ‘કેટલી મોંઘી છત્રી હતી..’ માર્ક-ટ્વેઇને આશ્વાસન લેતાં અને આપતાં કહ્યું, ‘છત્રી મોંઘી હતી, નો ડાઉટ, પણ આપણી ખરીદેલી ક્યાં હતી? એ પણ ક્યાંકથી મને મળેલી જ હતી ને? કોઈક ભૂલી ગયું હશે ત્યારે જ એ છત્રી મને મળી હશે ને? ટેઇક ઇટ ઇઝી ઍન્ડ ફર્ગેટ ઇટ!’
આમ તો એવું કહેવાય છે કે – માણસ માત્ર ભૂલને પાત્ર, પણ હવે મોબાઇલ યુગ શરૂ થતાં એવું કહેવાનું શરૂ કરી દેવું જોઈએ કે, ‘માણસ માત્ર ભૂલવાને પાત્ર!’
‘ભૂલથી પણ ભૂલવું નહીં' એવું બાબુ બૉસે જ્યારે કહ્યું હશે ત્યારે એનાથી એવું તે શું ભુલાઈ ગયું હશે કે આટલી ઊંચી સલાહ આપવાનું એને મન થયું? વાત જાણે એમ હતી કે એક દિવસ બાબુ એની વાઇફનો બર્થ ડે ભૂલી ગયો. ભૂલી તો ગયો, પણ એના પરિણામે એ દિવસે એને જે અવિસ્મરણીય અનુભવ થયો ત્યારથી, એણે એક જ મંત્રને જીવનમંત્ર બનાવી દીધો કે-
‘ભૂલો ભલે બીજું બધું. વાઇફનો બર્થ ડે ના ભૂલો.’
'ભૂલ થઈ જવાનાં' પરિણામો અને ‘ભૂલી જવાનાં’ પરિણામો - આ બંનેમાં ફરક છે. ભૂલ થઈ જાય, તો ક્યારેક સુધારી પણ લેવાય; પણ ‘કશુંક’ અથવા ‘કોઈક’ને ભૂલી જવાય તો એને સુધારી લેવાના ચાન્સીસ બહુ જ ઓછા છે.
This story is from the October 22, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 22, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?