સાંવલી સી એક લડકી.. જે ‘ભાનુરેખા’માંથી બની ‘રેખા’!
ABHIYAAN|October 22, 2022
૧૦મી ઑક્ટોબરે એવરગ્રીન અભિનેત્રી રેખાને ૬૮ વર્ષ થયાં. તેમના માટે અભિનેત્રી બનવું તે નસીબની નહીં, શાપની વાત હતી! તેમના જીવનનો એક રોચક કિસ્સો અહીં રજૂ કર્યો છે.
પાર્થ દવે
સાંવલી સી એક લડકી.. જે ‘ભાનુરેખા’માંથી બની ‘રેખા’!

૧૯૬૮નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું હતું. નૈરોબીના બિઝનેસમેન કુલજીત પાલ વર્ષો બાદ પાછા મુંબઈ આવ્યા હતા. ડિરેક્ટર અને લીડ સ્ટાર વચ્ચેની માથાકૂટના કારણે તેમની બીજી ફિલ્મ ‘ગલિયોં કા રાજા’નું શૂટિંગ બંધ થઈ ગયું હતું. ફિલ્મમાં રાજ કુમાર, હેમા માલિની અને મુમતાઝ કામ કરતાં હતાં.

કુલજીતમાં હવે ધીરજ નહોતી રહી. તે સ્ટાર્સનાં નખરાંથી કંટાળી ચૂક્યા હતા. તેમણે નક્કી કર્યું કે તે હવે નાના સ્ટાર કે નવા કલાકારો સાથે જ ફિલ્મ કરશે. તેમણે અંગ્રેજી ક્લાસિક ‘કિંગ સોલોમન્સ માઇન્સ' જોઈ હતી. નક્કી કર્યું કે તેઓ એ જ વાર્તા હિન્દીમાં બનાવશે. ફિલ્મનું નામ ‘ અન્જાના સફર’ નક્કી થયું. બે હીરોવાળી આ ફિલ્મ માટે પહેલું નામ બિસ્વજીતનું સામે આવ્યું. બિસ્વજીત તે વખતે મદ્રાસમાં જેમિની સ્ટુડિયોની હિન્દી ફિલ્મ ‘પૈસા યા પ્યાર’ (૧૯૬૯)નું શૂટિંગ કરી રહ્યા હતા. કુલજીત તેને મળવા મદ્રાસ પહોંચ્યા. વાર્તા સાંભળીને બિસ્વજીતે તરત હા પાડી દીધી. હવે હીરોઇનને શોધવાની હતી. બિસ્વજીતે ત્યાં (દક્ષિણ)ની હીરોઇન વાણીશ્રી વિશે જણાવ્યું. વાણીશ્રીના મેક-અપ રૂમમાં કુલજીતની મુલાકાત થઈ. વાણીશ્રી સાથેની વાતની શરૂઆત થઈ ત્યારે જ કુલજીતની નજર મેકઅપ રૂમના ખૂણામાં બેઠેલી એક શરીરે સ્થૂળ, શ્યામ રંગની છોકરી ઉપર પડી. તેની પ્લેટ ભરેલી હતી અને તે ઝપાટે-ઝપાટે ખાતી હતી!

કુલજીતે વાત અટકાવીને તે છોકરી વિશે પૂછ્યું. તે છોકરી વાણીશ્રી સાથે ફિલ્મમાં સેકન્ડ લીડ રોલ કરી રહેલી મદ્રાસની સિનિયર એક્ટ્રેસ પુષ્પાવલ્લીની દીકરી હતી. નામ હતું ભાનુરેખા. વાણીશ્રી સાથે આગળ વાત કરતાં કરતાં કુલજીત, ભાનુરેખા તરફ જોઈ રહ્યા હતા. તેના ચહેરા ઉપર અલ્હડતા અને બેફિકરાઈપણું દેખાતું હતું. તે એ રીતે ખાઈ રહી હતી જાણે દુનિયામાં તેને બીજી કોઈ વાતની ચિંતા જ ન હોય!

એ જ સાંજે કુલજીત પુષ્પાવલ્લીના ઘરે બેઠા હતા. થોડી જ વારમાં વિચિત્ર મેકઅપ સાથે, કાંજીવરમ સાડી પહેરીને ભાનુરેખા આવે છે. કુલજીતે અંગ્રેજીમાં પહેલો જ પ્રશ્ન એ કર્યો કે, ‘તું હિન્દી બોલી શકે છે?' ભાનુરેખાએ તરત જ જવાબ આપ્યો, ‘ નો.'

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 22, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025