..ને‘અંતરનાદ'ના ઇશારે હુંઅભિનયના ખભે હાથ મૂકી નીકળી પડ્યો!
ABHIYAAN|October 29, 2022
જીવનની શરૂઆતમાં જ જેને ‘અંતરનાદ’ સંભળાઈ ચૂક્યો હતો, પણ ભાગ્ય એન્જિનિયરિંગ તરફ દોરી ગયું, કોર્પોરેટ જોબ કરી, પણ સાથોસાથ માયલામાંથી નીકળેલા સાદને જેણે ઝીલ્યો એનું નામ પ્રતીક ગાંધી.
સુશીલા મૅકવાન
..ને‘અંતરનાદ'ના ઇશારે હુંઅભિનયના ખભે હાથ મૂકી નીકળી પડ્યો!

મારાં માતાપિતા શિક્ષણના વ્યવસાયમાં હતાં અને મારું બાળપણનું સ્વપ્ન ડોક્ટર બનવાનું હતું, પરંતુ કદાચ નિયતિને એ મંજૂર ન હતું. પર્યાપ્ત માર્ક્સના અભાવે મેડિકલમાં એડમિશન ન મળ્યું તેથી મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું. બાળપણથી જ મને અભિનય પ્રત્યે એક અજબ પ્રકારનું ખેંચાણ તો હતું જ. પ્રાથમિક કક્ષામાં એક વાર નાટક ભજવતાં મેં એ નોંધ્યું કે, હું જ્યાં વિચારતો કે બધાં અહીં હસશે, ત્યાં જ બધાં હસતાં, 'ને હું વિચારતો કે આ ડાયલોગ ઉપર તો બધાં તાળી પાડશે જ અને ત્યાં જ તાળીઓ પડતી. મને થયું, અરે આ તો ગજબ જાદુ છે! મને મજા પડી ગઈ અને મારા દિલમાં પ્રથમ વાર અભિનયપ્રેમનાં બીજ રોપાઈ ગયા. જે ભવિષ્યમાં પાંગરવાના હતા.

બાળપણનો પ્રેમ તો કેમ ભુલાય? મારા દિલના કોઈ અજ્ઞાત ખૂણે એ બીજ ગુપચપ પોસાતાં રહ્યાં.

મારા સગાંસંબંધીઓ મુંબઈ રહેતાં હોઈ, મેં એન્જિનિયરિંગ પછી મુંબઈની વાટ પકડી. ના, હીરો બનવા નહીં, જીવનની ગાડી પાટે ચડાવવા અને તે માટે મને જે કામ મળ્યું તે મેં સ્વીકાર્યું. માનઅપમાનના કડવામીઠા ઘૂંટડા ગળતાં ગળતાં મને એટલું સમજાયું કે એન્જિનિયરિંગની ડિગ્રી વિના સારી જોબ મળવી મુશ્કેલ છે અને ડિગ્રી માટે એન્જિનિયરિંગ કોલેજના એડમિશનના કોઠા ભેદવા સરળ ન હતા. સારી કોલેજમાં માર્ક્સ ઓછા પડતા અને પ્રાઇવેટ કોલેજમાં આપવા ડોનેશનની અછત હતી, પણ ત્યાં પણ મારી મદદે આવ્યો મારો આત્મવિશ્વાસ, એક કોલેજમાં મેં ફોન કરી મારી વાત જણાવી અને એડમિશન મળી ગયું. હું પાછો વિધાર્થી મોડમાં આવ્યો અને મારો અભિનયપ્રેમ આળસ મરડીને બેઠો થયો. દિલના ખૂણે પાંગરતા પેલા છોડને ખાતરપાણીની હવે તાતી જરૂરિયાત હતી. સપ્રયાસ અને સદ્નસીબે મને પૃથ્વી થિયેટરનું સભ્યપદ પણ મળી ગયું.

હવે જીવનમાં શરૂ થયો ત્રિપાંખિયો જંગ. અભ્યાસ, અભિનય અને અર્થ ઉપાર્જન. એકેય મોરચે નિષ્ફળ જવાની મને ઇજાજત ન હતી. ઔર મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા અને જિંદગીએ પણ મારો સાથ નિભાવ્યો. ૨૦૦૮માં એન્જિનિયર બન્યા બાદ મને સારી કહી શકાય એવી કોર્પોરેટ જોબ મળી. બીજી તરફ થિયેટરનું કામ પણ ચાલુ જ હતું. સવારે ૫:૩૦ કલાકે રિહર્સલ માટે જવાનું, ત્યાર બાદ ટ્રાવેલ કરી જોબ ઉપર જવાનું અને સાંજે મોડી રાત સુધી પાછું રિહર્સલમાં પહોંચવાનું. આ ઘટમાળ સતત ચાલતી રહી અને જાણે હું મારી જાતને હરિવંશરાય બચ્ચનના શબ્દો કહેતો રહ્યો,

This story is from the October 29, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 29, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025