નાનપણમાં નપણમાં જ રામાયણ જાણે કે ગળથૂથીમાં પીધી એટલે ચારણી પરિવાર જ નહીં, આખું માણેકવાડા ગામ કહેતું, ‘ભીખુદાન સારો કથાકાર-ગાયક થશે’ પણ આ ભીખુદાનને દેશના વડાપ્રધાન પણ ઓળખતા હોય, તેને સાંભળવા હજારો માણસો કલાકો સુધી બેઠાં રહેતાં હોય એવું સ્વપ્નમાં વિચારતો ત્યારે ખુશી-ખુશી થઈ જતી. માણેકવાડામાં પ્રાથમિક શાળામાં ભણવા બેઠો તેના પછીના પાંચ જ વર્ષમાં પિતાજી સાથે રામાયણકથા ગાવા જવાનું થતું. રામ, સીતાજી, ભરત-લક્ષ્મણની કથા પિતાજી કહેતા હોય. રામાયણ ખુલ્લું રાખી કથા કરતાં કરતાં રડતા પિતાજીની એ છબિ એવી અંકિત થઈ ગઈ છે કે આજ સુધી એ દ્રશ્ય મનમાંથી ભૂંસાતું નથી. રામ-સીતાજી વનવાસ, ભરત-રામના મિલનમાં પિતાજી સાથે રડતા ગામડાના લોકો અને પિતાના રામાયણ પર પડતાં આંસુનાં ટીપાં હજુ મેં સાચવી રાખ્યા છે. આવી ભાવુક સ્થિતિ વચ્ચે હું પ્રાથમિક શાળાથી હાઈસ્કૂલ સુધી તો પહોંચ્યો, પણ મેટ્રિક (ધોરણ ૧૧) માં નાપાસ થયો એટલે પિતાજી સાથે ગાવાના કામમાં વધુ જોડાતો ગયો. પિતાજી રામાયણ કથા કરતાં કરતાં પરિવારને ઉછેરતા. નાનપણથી જ માતૃશ્રીનો ખોળો ગુમાવ્યો હતો. રાજાશાહીનું પોલીસ પટેલપણું કરતાં કરતાં પિતાજીની ત્રણ ભાઈ અને ત્રણ બહેનોના પરિવારને ઉછેરવાની જવાબદારી એટલે ભણતર છોડી ગાવાનું જ શરૂ કરી દીધું. આમ ગાવાનો ચસકો મને બાળપણથી જ લાગ્યો એમ કહેવું પડે. છતાં તેમાં રોટલો રળીશ એવું વિચાર્યું નહોતું.
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?