ફોન વાઇબ્રેટ કરતો હતો. ટ્રાફિકના કારણે ખિસ્સામાં હાથ જાય એમ ન હતો. બાપુજીની નાદુરસ્ત તબિયતનો વિચાર આવતાં દર્શનને એકાએક ફાળ પડી. બાઇક રસ્તાની સાઇડ પર લીધું. ખિસ્સામાંથી ફોન બહાર કાઢતાં તો તેને એકસામટા કેટલાય વિચારો આવી ગયા.
‘હલ્લો દર્શનભાઈ.’
‘જી.. બોલું છું. આપ કોણ?’ અજાણ્યો નંબર અને અજાણ્યો અવાજ સાંભળી દર્શન વિચારમાં પડી ગયો.
‘ઝવેરબા રજા લઈ ગયાં છે. તમારા બાપુજીને લઈને હમણાં જ આવી જાઓ.’ દર્શનને કાંઈ સમજાયું નહીં. કોણ વાત કરે છે? કોની વાત થઈ રહી છે? બાપુજીને લઈ આવવાનું શા માટે કહે છે? અડધી સેકન્ડમાં તો દર્શનના ચિત્તમાં કેટલાય સવાલો ઘૂમરાવા લાગ્યા.
‘તમે શું કહી રહ્યા છો કાંઈ સમજાતું નથી. કોણ ઝવેરબા? અને મારા બાપુજીને લઈને ક્યાં આવવાનું છે? તમે કોને ફોન કર્યો છે. ભૂલ તો નથી થતી ને?’
દર્શન ટ્રાફિકના રેડ સિગ્નલને જોતો સાઇડમાં ઊભો હતો. તેના મગજમાં પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો.
‘તમે કેદારભાઈ દોશીના સન દર્શનભાઈ ને?’
‘જી હા..’ દર્શનના કપાળના સળ ઘાટા થવા લાગ્યા.
‘કેદારભાઈના ભાભી ઝવેરબા જે કોલકાતા હતાં તેમનું થોડીવાર પહેલાં દેહાવસાન થયું છે. એમની ઇચ્છા હતી કે કેદારભાઈને જાણ કરવી. બહુ મહેનત પછી તમારો નંબર મળ્યો છે. બહુ સમય નથી. તમે કેદારભાઈને લઈને બને તેટલા વહેલા આવી જાઓ. મારું એડ્રેસ તમને મેસેજ કરું છું.’
જાણે કોઈ બંધ દરવાજો એકાએક ખૂલી ગયો હોય એમ ઝબકારા સાથે ઝવેરબાનો ચહેરો દેખાયો. જે ચહેરો દર્શને બાપુજીની આંખે જોયો હતો. તેને ઘડીકમાં આખું ચિત્ર મગજમાં બેસી ગયું. સામેનું સિગ્નલ ગ્રીન થઈ ગયું હતું, પણ તે હજુ સાઇડમાં જ ઊભો હતો. તેણે કદી ઝવેરબાને જોયા ન હતા, પરંતુ તેમને યાદ કર્યા વિના બાપુજીનો દિવસ પસાર ન થતો. જાણે એવું જ લાગતું કે અમારી સાથે જ રહે છે.
‘તેઓ તો કોલકાતા રહેતાં હતાં. અહીં ક્યારે આવ્યાં અને..'
‘દર્શનભાઈ, હું એમનો નાનો દીકરો છું. અમે થોડા મહિનાથી ગુજરાતમાં શિફ્ટ થયા છીએ. મારાં મમ્મી ત્રણ દિવસ પહેલાં જ કોલકાતાથી આવ્યાં હતાં અને આજે સાંજે આવું બની ગયું.'
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?