બિંબ-પ્રતિબિંબ
ABHIYAAN|October 29, 2022
સીમાડા ભણી જતાં એ ઊબડખાબડ રસ્તાને જોઈને એના મનમાં અનેક તર્કવિતર્ક અને કલ્પનાઓ ઊઠવા લાગ્યાં અને એને બેચેન કરવા માંડ્યાં. રાજેશની આંખે વર્ષો પહેલાંની ઘટના તરવરી ઊઠી.
ડો. રમણ માધવ
બિંબ-પ્રતિબિંબ

હાથીનું મદનિયું ઝૂલતું આવતું હોય એમ હિલ્લોળે ચડેલી જવાનીને ઉછાળતી ઉછાળતી શારદા ધૂળિયા મારગે ચાલી આવતી હતી. એના પગના ધીમા ઊઠતાં તાલ અને હાથનાં ડોલન સાથે એની ડોક પણ ધીમું ધીમું ડોલતી હતી. તોય એના માથા પર મૂકેલ તગારું જરાય ડગતું ન હતું. એની આંખમાં એવું કશુંક ઝબકતું કે રાજેશ એને જ તાકી રહ્યો. એ છેક નજીક આવી એણે રાજેશની સામે જોયું અને એના હોઠ વચ્ચેની દંતુડિયો વચ્ચે એવું સ્મિત વેરાણું કે જાણે કામદેવનું બાણ!

એના હોઠ નીચેની હડપચીની બરાબર વચ્ચે નાનાં ત્રણ કાળાં ટપકાંનું છૂંદણું ત્રોફાવેલું એથી એનું રૂપાકર્ષણ વધી જતું. ત્યાંથી જરાક નજર આગળ વધે એટલે રૂપાળી ડોક અને એ ડોક પર કાળો દોરો દેખાય, દોરાની વચ્ચે પરોવેલ માદળિયું. એ લટક મટક ચાલે ત્યારે એ માદળિયુંય ડોલવા માંડે. એની ડોક નીચે ઉપસેલી હાંસડી અને એની નીચે લાંબા પટે ફ્લાયેલો ચમકીલો ગૌર પ્રદેશ નજરને ત્યાં બાંધી રાખવા મજબૂર કરતો. રાજેશની નજર ત્યાંથી સરકી ઉત્તુંગ શિખર પરથી ગબડી, ખીણમાં ભરાય એ પહેલાં તો એ ત્યાંથી સરકી ગઈ, હજી તો એ માંડ દસ પંદર ડગલાં દૂર ગઈ હશે ત્યાં તો જાણે મારગની ધૂળ રમણે ચડી અને રાજેશની આંખે ધૂંધળો અતીત અમળાવા માંડ્યો.

સીમાડા ભણી જતાં એ ઊબડખાબડ રસ્તાને જોઈને એના મનમાં અનેક તર્કવિતર્ક અને કલ્પનાઓ ઊઠવા લાગ્યાં અને એને બેચેન કરવા માંડ્યાં.

રાજેશની આંખે વર્ષો પહેલાંની ઘટના તરવરી ઊઠી. એના હૈયામાં હજુયે હોળી સળગતી હતી. એની આંખ સામે પેલી ઘટાદાર આંબલી, કંથેરનું જાળું અને એ જાળામાં... બસ, એટલી કલ્પના થકી જ એની આંખો લાલઘૂમ બની ગઈ. એનાથી હાથની મુઠ્ઠી ભીંસાઈ ગઈ. એને લાગ્યું કે રસ્તા પરના ઝાડવાં ઝૂકી ઝૂકીને જાણે એના કાનમાં કશુંક બરાડી રહ્યાં હતાં.

ઘેઘૂર આમલીની ઘટામાંથી હોલીનો આલાપ ઊઠતો હતો. એ તાલબદ્ધ સ્વરમાં ગુંજતું હતું સુ..ની.. તા.. સુ..ની..તા..! એ સુની એટલે એની લાડલી બહેન. પેલી આમલી નીચે સંતાકૂકડી રમતાં રમતાં વઢી પડતી એ સુની! વરસાદનાં ફોરાં ઝીલીને ભાઈના મોં પર છાંટતી સુની! રાખડી બાંધીને પછી ધબ્બો મારી વીરપસલી માગતી સુની!

એ સ્મરણોની વણઝારને રોકવા ઘણુંય મથ્યો, પણ એ તો માનસપટ પર વહેતી જ રહી. એની આંખ સામે અમળાઈ અમળાઈને ઊઠતી હતી એ મુખાકૃતિ! એના હૈયામાંથી જાણે બૂમ ઊઠતી હતી.. સુની, ઓ.. સુની..!

This story is from the October 29, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 29, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025