ધી ઍગ્સ
ABHIYAAN|October 29, 2022
‘પ્રેઝન્ટ, ડિયર. તું મને પેટીપેક કરીને ચાલી ગયેલી, પણ મને મારી ફરજ પડકારતી હતી શૈલી, તું માનવજાતિનું સત્યાનાશ વાળવા બેઠી છે. તેં તારા શિક્ષણ, જ્ઞાનનો દુરુપયોગ કર્યો છે..'
દીના પંડ્યા
ધી ઍગ્સ

શૈલી સોલ્ડર-બેગ સાથે ઘરમાં પ્રવેશી. શરીર પરસેવાથી નીતરે છે. આંખોમાં શુક્રતારા જેવી ચમક છે. ઉત્તેજનાથી લમણાંની નસો ફૂલી ગઈ છે. બંધ ઘરની હવડ વાસ શૈલીને વીંટળાઈ વળી. એના જન્મથી યુવાવસ્થા સુધીની સફર આ ઘરમાં, મમ્મી-પપ્પાની યાદોથી એની આંખો ભીની થઈ. એણે બેગમાંથી બે ઈંડાં કાઢ્યાં. એક માઇક્રોવેવમાં મૂકી ટેમ્પરેચર સેટ કર્યું. બીજું ઈંડું રસોડાના પ્લેટફોર્મ પર પડી રહ્યું. પછી મમ્મી બેસતી એ ઝૂલતી ખુરશીમાં ગોઠવાઈ ’ને આગળ-પાછળ ઝૂલવા લાગી. ખુરશી જાણે મમ્મીનો ખોળો - એ સુખમાં આંખો બંધ થઈ ગઈ.

ખખડાટથી શૈલીની તંદ્રા તૂટી. કિચનમાં જઈને જુએ છે તો મેલાં કપડાંવાળો, હાડપિંજરશો વૃદ્ધ, કાચે કાચું ઈંડું ખાઈ ગયો છે, 'ને હવે એનાં કોચલાં ચૂસી રહ્યો છે. શૈલીએ વીજળી ઝડપે ચુંબકીય ગન કાઢી, વૃદ્ધ સામે તાકી, પણ એ ઘરડો માણસ સ્થિર ભાવે, ડોળા કાઢી એને જોઈ રહ્યો. મૂઢશા ચહેરા પર કરચલીઓ, જિથરિયા વાળ છતાં શૈલી એને ઓળખી ગઈ.

‘પપ્પા, તમે?’ કહેતાં ભેટી પડી. વર્ષો પછી પપ્પાને એ મળી રહી છે, પણ પપ્પા અજાણ્યા થઈ નિર્વિકાર ભાવે ઊભા છે. એણે વિચારી લીધું. પપ્પાને એ નવડાવશે, જમાડશે ’ને ઊંઘાડી દેશે. પછી ધીરેથી એમની ચેતનાને ઢંઢોળશે. ત્યાં એની કાનસોરી વિંધી શબ્દો સર્યા, ‘આઈ થિંક, તમે મિસિસ જોશી છો. યુ આર અન્ડર એરેસ્ટ, મેમ.’

શૈલીએ પાછળ નજર કરી. પપ્પાને મળ્યાનો આનંદ તપ્ત રેતી પર પડતાં પાણીનાં ટીપાંની જેમ શોષાઈ ગયો. એણે પપ્પા પર નજર ટેકવી. જેમની સમજણ-સ્મૃતિની દુનિયા ઉજડી ચૂકી છે, એવા પપ્પાને એણે બેડરૂમ તરફ વળતા જોયા.

‘હું એસ.પી. તન્ના, ફ્રોમ ક્રાઇમ બ્રાન્ચ. વારંવાર ચેતવણી આપવા છતાં મેમ, તમારા પ્રોજેક્ટ પર કામ..!'

‘સર, બટ ઇટ વોઝ માય ડ્રિમ, માય લાઇફ. મારો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ મારા અસ્તિત્વનો પર્યાય છે.’

‘તમે અક્ષમ્ય અપરાધ કર્યો છે, તમે સ્ત્રીના જિનેટિક કોડ બદલી નાખ્યા, પ્રખર વૈજ્ઞાનિક છો, વિશ્વભરના માનવના સુખસલામતી, કલ્યાણ માટે સૌ તમારા તરફ આશા ભરી મીટ માંડે છે, મિસિસ જોશી.’

બીજી વ્યક્તિ આગળ આવતાં બોલી, ‘હું જીવવિજ્ઞાની મિ. કારિયા. તમારી લેબોરેટરીનું ઇન્સ્પેક્શન મેં કર્યું છે. એના આધારે તમારા નામે સર્ચ વોરન્ટ.. - મિ. સૌમિલ આવતા જ હશે.’

This story is from the October 29, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 29, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025