ખી..ખી..ખી.. એવું વિચિત્ર હાસ્ય સાંભળીને રોહિત કુમાર આમ-તેમ જોવા લાગ્યા. અવાજ કઈ દિશામાંથી અને કોનો આવે છે એનો કંઈ ખ્યાલ ન આવ્યો. અવાજ કંઈક નવીન પ્રકારનો પણ લાગ્યો. ખુરશી પર થોડા ઊંચા-નીચા થઈ, નાકની દાંડી પરથી ઊતરી ગયેલા ચશ્માં ઠીક કરીને વળી પાછા પોતાના કામમાં ગૂંથાયા.
થોડીવાર થઈને કોઈ બોલ્યું, ‘એય.. એય.. મિસ્ટર રોહિત કુમાર! કેમ છો?’ રોહિત કુમારે થોડીવાર પહેલાં આવેલા હસવાના અવાજ સાથે હમણાં જ પૂછાયેલા પ્રશ્નના અવાજને મેળવ્યો.
બંનેનો મેળ બેસતો હતો. ઓફિસમાં એના સિવાય બીજા કોઈની હાજરી નહોતી. રોહિત કુમારે ડોકને મરડાય એટલી મરડીને ખુરશીમાં બેઠા બેઠા જ પાછલી બારીમાંથી બહાર નજર ફેરવી. બારી બહાર પણ કોઈ નથી. હમણાંથી એને ભૂલી જવાની ટેવ પડતી જાય છે. એવું ચેતના કહ્યા કરતી હતી, પણ અત્યારે તો એને ખોટા ભ્રમ થયા કરવાની ટેવ પણ પોતાનામાં વિકસતી જતી લાગી.
ભ્રમિત થયેલા રોહિત કુમાર કામમાં મન પરોવવા કોશિશ કરવા લાગ્યા, પણ કાગળિયાના થપ્પામાં એનો જીવ બરાબર ન ચોંટ્યો. તેઓ ઊભા થઈને ઓફિસના દરવાજા સુધી ગયા. બધા રૂમોમાં શાંતિ જણાઈ રહી હતી. કોઈ ક્યાંય આદું-પાછું ન હતું. પોતાની ગોઠવાયેલી સિસ્ટમ બરાબર કામ આપી રહી છે એવો અહેસાસ થતાં રોહિત કુમાર મનોમન હરખાયા, પણ પેલો અવાજ કે અવાજનો ભ્રમ યાદ આવતાં જ રોહિત કુમારનો હરખ ગાયબ 'ને બેચેનીનો કાયાપ્રવેશ. બારણેથી પાછા ફરી ઓફિસની બીજી બારીમાં પણ ડોકિયું કરી જોયું. ઓફિસ અને વરંડાની દીવાલ વચ્ચેની ગેલેરી પણ સૂમસામ હતી, તો અવાજ આવ્યો ક્યાંથી?
રોહિત કુમાર ગણિતમાં એક્કા હતા. સમીકરણો અને કૂટપ્રશ્નો રચવાનો અને ઉકેલવાનાં વીસેક વરસના બહાળા અનુભવ હતો. પંથકમાં એના જેવું ગણિત બીજા કોઈનું જાણ્યામાં નહોતું, પણ અત્યારનો અવાજનો કોયડો એની સમજણ બહારનો હતો. અસ્વસ્થ રોહિત કુમાર વળી પાછા ખુરશી ઉપર બેઠા કે પેલા પરિચિત અવાજે એને ચોંકાવ્યા.‘ મિસ્ટર, આ બાજુ! અહીં જુઓ!'
અવાજની દિશા હવે નક્કી હતી. ખુરશીની નીચેથી તીણો અવાજ આવતો હતો. રોહિત કુમારે રીતસરના વાંકા વળીને જોયું.
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?