‘અચ્યુતમ કેશવમ..' કૃષ્ણમંદિરમાં કૃષ્ણજન્મની રમઝટ પૂરી થવામાં જ હતી. સોમેશ્વરે ઉતાવળ કરવી પડે એમ હતી. બસ, પાંચેક મિનિટમાં અવની બહાર આવે તે પહેલાં આ છેલ્લા સિગ્નલ મોકલાઈ જાય તો ગંગા નાહ્યા.
‘જલ્દી કર સોમેશ્વર, થોડી સેકન્ડની ભૂલ એટલે અંતરિક્ષમાં કેટલાં પ્રકાશવર્ષ પાછળ પડી જવાય? ન ચાલે સોમેશ્વર.’ મનમાં બબડીને સોમેશ્વરે છેલ્લો સિગ્નલ ઝડપથી મોકલ્યો અને પોતાનો સામાન સંકેલી બ્રિફ્લેસમાં ભરીને બ્રિકેસ ગાડીની સીટની નીચેનું ખાનું ખોલીને મૂકી દીધી કે તરત જ અવની પૂજાની થાળી લઈને આવી ’ને રોજની જેમ બોલી, ‘અહીં મંદિરની બહાર સુધી આવો છો, કલાકો સુધી ઊભા રહો છો, તો અંદર આવતા હો તો!'
હંમેશની જેમ સોમેશ્વરે જવાબ આપ્યો, ‘મને ખુલ્લા આકાશમાં ભગવાન દેખાય છે. બંધ મંદિરમાં નહીં. મારી શ્રદ્ધા જુદી છે.’
ઘર સુધી બંને લગભગ મૌન રહ્યા. બંનેના મનોજગતમાં જુદી-જુદી દુનિયા ઊઘડતી-બીડાતી રહી. ઘરે, આઠ માળના એપાર્ટમેન્ટના પેન્ટહાઉસમાં પહોંચીને બંને કપડાં બદલી સૂતા ત્યારેય બંનેના મગજમાં અલગ-અલગ દુનિયા જ હતી. અવની આવતીકાલે છડીનોમના થાળમાં શું બનાવવું એનો વિચાર કરતી હતી અને સોમેશ્વર કઈ રીતે ફરી રાત્રે એક વાગ્યે ખુલ્લા આકાશ નીચે પોતાનું કામ કરી શકાશે એ વિચારતો હતો. એને સતત લાગતું હતું કે એની આસપાસ કોઈ છે, વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. છેલ્લો સિગ્નલ મોકલ્યો ત્યારે મશીનમાં આજે એક કંપન અનુભવાયું હતું. આછો થડકાર. કદાચ આજે કશુંક સામે છેડે પહોંચ્યું હતું અને જવાબમાં એને બોલાવી રહ્યું હતું. સોમેશ્વરે અવની તરફ જોયું, અવની એના તરફ જ જોતી હતી. એનું ખાલીખમ હૃદય ઘડિયાળની બેજાન ટીકટીક જેવું ધબકી રહ્યું હતું. કાશ સામે છેડે થડકાર પહોંચે, બાળક વગરની ખાલીખમ દુનિયાની નિરર્થકતા સોમેશ્વરને સમજાવી શકાય અને ચમત્કાર થાય 'ને સોમેશ્વર ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ લેવા આવે. બંનેની સાથે સારવાર થવી જરૂરી હતી. આઠમની માનતા ફળે તો.. લાલો એને આંગણેય ખેલે. એક ઊંડી આશા અવનીની પાંપણોના ગર્ભમાં ફરકી રહી હતી.
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?