આખરે બાવીસ વર્ષ પછી દેશના સૌથી જૂના રાષ્ટ્રીય રાજકીય પક્ષ કોંગ્રેસના પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા. દેશના સ્વાતંત્ર્ય આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનાર રાજકીય પક્ષમાં વર્ષો સુધી બલકે દાયકાઓ સુધી રાષ્ટ્રીય પ્રમુખની તેમ જ સંગઠનાત્મક સ્તરે કોઈ પણ હોદ્દેદારની ચૂંટણી ન યોજાય એ તેને માટે યોગ્ય નહોતું. કોંગ્રેસના ટીકાકારો અવારનવાર આ મુદ્દે કોંગ્રેસને ભીંસમાં લેતા હતા. લોકતંત્રને વરેલા દેશમાં તમામ રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહી હોય એ આદર્શ સ્થિતિ ગણાય, પરંતુ દેશના મોટા ભાગના રાજકીય પક્ષો આવી ચૂંટણી નિયમિત રીતે યોજતા નથી. અનેક રાજકીય પક્ષોમાં તેના સભ્યપદની વ્યવસ્થા પણ અવ્યવસ્થિત હોય છે. મોટા ભાગના પ્રાદેશિક પક્ષો પારિવારિક પક્ષો બનીને રહી ગયા છે. તેના પ્રમુખો વારસાગત રીતે નક્કી થતા રહે છે. લોકતાંત્રિક દેશની વ્યવસ્થામાં આ એક મોટી ક્ષતિ ગણાવી જોઈએ. વિચિત્રતા એ છે કે ચૂંટણી પંચ પણ રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીનું ચુસ્ત રીતે પાલન થાય અને હોદ્દેદારોની ચૂંટણી થાય એવો આગ્રહ રાખતું નથી. જોકે, રાજકીય પક્ષોની માન્યતા આપતી વખતે તેના બંધારણ ચૂંટણી પંચ સમક્ષ રજૂ થાય છે, પરંતુ કેટલા રાજકીય પક્ષો આ બંધારણ પ્રમાણે વર્તતા હશે તે સવાલ છે.
This story is from the November 12, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 12, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?