કચ્છનું ક્રાંતિતીર્થ ડિજિટલ બનશે
ABHIYAAN|December 31, 2022
પ્રખર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું ભવ્ય સ્મારક માંડવી પાસેના મસ્કા ખાતે દરિયાકિનારે ઊભું કરાયું છે. ૨૦૧૧માં શરૂ થયેલા આ ક્રાંતિતીર્થની જાળવણી, દેખરેખ અને સંચાલનની જવાબદારી જીએમડીસીને સોંપવામાં આવી છે. થોડા સમય અગાઉ આ તીર્થની ઘોર ઉપેક્ષા થઈ રહી હોવાની ફરિયાદો ઊઠી હતી. હવે જાણે આ ફરિયાદોને દૂર કરવાના ભાગરૂપે ક્રાંતિતીર્થની કાયાપલટ કરવાનો નિર્ણય લેવાયો છે. અહીં ક્રાંતિવીરના જન્મ, બાળપણ, યુવાની, તેમનો સંસ્કૃતનો અભ્યાસ, વિદેશગમન, ત્યાંની પ્રવૃત્તિ, મૃત્યુ સુધીની તમામ મહત્ત્વની ઘટનાઓ આવરી લઈને દૃશ્ય-શ્રાવ્ય શૉ ઊભો કરાશે.
સુચિતા બોઘાણી કનર
કચ્છનું ક્રાંતિતીર્થ ડિજિટલ બનશે

ભારત જ્યારે બ્રિટનની ધૂંસરી તળે પીસાતું હતું ત્યારે બ્રિટનની ધરતી પરથી જ તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવીને વિનાયક દામોદર સાવરકર સહિત અનેક ક્રાંતિકારીઓને વિદેશની ધરતી પર મદદ કરીને સ્વાતંત્ર્ય સંગ્રામની ધૂણી ધખાવનારા ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું નામ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. તેમના અસ્થિ જીનિવાથી ભારત લવાયા બાદ કચ્છના માંડવી પાસેના મસ્કા ગામે દરિયાકિનારે ભવ્ય સ્મારક ઊભું કરાયું છે. આ સ્મારકમાં લંડનના ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ, વિવિધ ગૅલેરીઓ, મ્યુઝિયમ, સ્મૃતિકક્ષ બનાવાયાં છે. આ સ્મારકની વધુ ને વધુ લોકો મુલાકાત લે, ક્રાંતિગુરુના પ્રદાનથી વાકેફ થાય તથા યુવા પેઢી તેમાંથી પ્રેરણા લે તે હેતુથી આ સ્મારકનું ડિજિટલાઇઝેશનનું કામ હાથ ધરાયું છે. જીએમડીસી સંચાલિત આ સ્મારક જ્યારે શરૂ થયું ત્યારે કચ્છ આવતા લોકોને આકર્ષતું હતું, પરંતુ વચ્ચેના સમયગાળામાં તે જાણે ઉપેક્ષાનો ભોગ બન્યું હોય તેમ અહીંનાં અનેક આકર્ષણો બિસ્માર થઈ ગયાં હતાં. હવે જ્યારે આ સ્મારકને આધુનિક સ્વરૂપ અપાઈ રહ્યું છે ત્યારે તે ભવિષ્યમાં ફરી વખત ઉપેક્ષાનો ભોગ ન બને તે જવાબદારો અને જાગૃતોએ જોવું રહ્યું.

This story is from the December 31, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the December 31, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025