![કેસરિયા ભૂમિઃ ગીરની અનેરી ઓળખાણ...](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1715869271/articles/kjd2ojsLT1716550957948/1716553450132.jpg)
ગોપીઓનો પ્રિય રંગ કેસરી છે. આ કેસરી રંગનાં વસ્ત્રને ધારણ કરતાં કૃષ્ણનું એક ઉપનામ કેસરિયા બાલમા પણ છે. આ કેસરિયા બાલમે જે ધરતી પર લૌકિક દષ્ટિએ દેહ ત્યાગ્યો એ ધરતી પણ જાણે કે કૃષ્ણના વિરહમાં કેસરી થઈ ગઈ હોવાની એક લોકવાયકા આજે પણ ગીરમાં પ્રચલિત છે. આવા આ રળિયામણા પંથકની ધરતી હકીકતમાં કેસર કેરીની, કેસરી સિંહની અને મીઠા મધ જેવા કેસરી ગોળની ધરતી છે.
કેસર કેરી અને કેસરી ગોળના સ્વાદનું કારણ અહીં ભૂગર્ભમાં ધરબાયેલા ચૂનાના પથ્થરોને માનવામાં આવે છે. ભૂતળમાં પથ્થરોની તિરાડોમાં સચવાયેલું પાણી જ કેરીને કેસરી સ્વાદ આપતું હશે અને શેરડીમાં કેસરી ગોળનો સ્વાદ પણ પૂરતું હશે. હમણાં કેસર કેરીની મોસમ શરૂ થઈ છે. ગીરમાં ઠેર ઠેર જોવા મળતી આંબાવાડીમાં વૃક્ષ પર ઝૂલતાં લીલાં ફળ (કાચી કેરી) હવે કેસરી રંગ ધારણ કરવા લાગ્યાં છે. ગીરની શેરડીના મધુર રસમાંથી બનેલો કેસરી ગોળ પણ બજારમાં આવી ગયો છે અને કેસરી સિંહોને જોવા માનવમહેરામણ પણ ગીરમાં ઊમટી રહ્યું છે.
કહે છે કે આફ્રિકા ખંડમાંથી મહાકાય ભૂખંડ જુદો પડી કાળક્રમે ઉત્તર તરફ છે સરકતો રહ્યો અને પૃથ્વીની ઉત્તરીય ટેક્ટોનિક પ્લેટ સાથે અથડાયો-જોડાયો
એમાં હિમાલયની નૂતન પર્વતમાળા સર્જાઈ. સાથે સાથે આફ્રિકન વન્યસંપદા અને વન્યજીવો પણ સ્થળાંતરિત થયાં, જેમાં સૌરાષ્ટ્રની દક્ષિણે ગીર જંગલ સાથે સિંહ પણ મળ્યો, જે આજે હજારો વર્ષ પછી પણ અસ્તિત્વ ટકાવી ગીર જંગલમાં વિહરતો જોવા મળે છે.
This story is from the May 27, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 27, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/U-qqZALnJ1720417825145/1720420387103.jpg)
બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા
આ વખતના અંદાજપત્રમાં આવકવેરાની રાહત વધે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કોને કેટલા લાભ મળશે અને કેટલા ફળશે એ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બનતો જાય છે. વડા પ્રધાન અને નાણાપ્રધાન બન્ને માટે આ બજેટ પડકાર છે. પ્રજાના વિશાળ નારાજ વર્ગનાં દિલ જીતવાની આ તકનો લાભ મોદી સરકાર કઈ રીતે ઉઠાવશે એ જોવાનું રસપ્રદ રહેશે.
![સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંયોજન](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/l8kjT48KW1720417261020/1720417755313.jpg)
સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંયોજન
૨૦૦૧ના ભૂકંપપીડિતોની યાદગીરી રૂપે ભૂજમાં બનેલાં સ્મારક અને સંગ્રહાલયને વૈશ્વિક ખ્યાતિ મળી છે. અર્થસભર નવતર ડિઝાઈન સાથે આ સ્મૃતિવન સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બન્યું છે.
![સુરતનો કેરીગાળો માણ્યો છે તમે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/h2Nio0_Ue1720247912080/1720409900907.jpg)
સુરતનો કેરીગાળો માણ્યો છે તમે?
મૂળ સુરતીઓ આ સીઝનમાં દીકરી-જમાઈને ઘરે બોલાવીને કેરીનો રસ ખવડાવે છે. સાથે અન્ય વાનગીઓ પણ ખરી. આખો પરિવાર આ ભોજન માણે એવી ઈચ્છા પછી તો અહીં પરંપરા બની ગઈ.
![સાઈકલ પે નિકલી અપની સવારીઃ વડોદરાની નિશા પહોંચશે લંડન](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/iAUn7nBV71720250626333/1720409827428.jpg)
સાઈકલ પે નિકલી અપની સવારીઃ વડોદરાની નિશા પહોંચશે લંડન
વૃક્ષોનું જતન કરવા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવા નિશા
![પહેલું બાળક...આવી ચિંતા થવી સહજ છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/boZTS7MSl1720276365997/1720278149658.jpg)
પહેલું બાળક...આવી ચિંતા થવી સહજ છે!
ગર્ભની ફરતે પ્રવાહી ઓછું હોય તો મુશ્કેલી થઈ શકે?
![મેનેજમેન્ટનો ક્લબ સમાસેવાની રાહ પર...](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/MjGGxh_qq1720275066374/1720276217721.jpg)
મેનેજમેન્ટનો ક્લબ સમાસેવાની રાહ પર...
અનેક શૈક્ષણિક સિદ્ધિ, પ્રોફેસર તરીકેની અત્યંત સફળ કારકિર્દી તથા રોકેટની જેમ વધી રહેલા બિઝનેસનાં સંચાલન પછી મુંબઈનાં આ મહિલાને સમાજસેવાનું ઘેલું એવું તો લાગ્યું કે એમણે નબળા વર્ગના યુવાનોને યોગ્ય જૉબ સ્કિલ આપવાનું શરૂ કર્યું. આગળ જતાં ગ્રામીણ વિસ્તારોની જળસમસ્યા અને ખેતીના પ્રશ્નો ઉકેલ્યા તો સાથે વૃક્ષારોપણ ઝુંબેશ અને સ્ત્રીસશક્તિકરણ ક્ષેત્રે પણ પાયાનાં કામ કર્યાં.
![ચોમાસામાં બોલબાલા વાતાવરણની ગુટલીઓનો વરતારો આપતી ઍપ્સની](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/4-Aj0NHlZ1720272426991/1720273720785.jpg)
ચોમાસામાં બોલબાલા વાતાવરણની ગુટલીઓનો વરતારો આપતી ઍપ્સની
કાનને ખુલ્લા રાખે એવા બોન કન્ડક્શન હેડફોન વસાવવાનું હવે ખાસ મોંઘું રહ્યું નથી.
![૧૦૧ નૉટઆઉટ](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/4I4bDhyaw1720267610521/1720269329476.jpg)
૧૦૧ નૉટઆઉટ
૫૫ પેટન્ટ, ૨૯૦ સંશોધન પેપર, ૧૦ પુસ્તક અને અને... ઑર્ગેનિક કેમિસ્ટ્રી ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ જેમનું નામ આજેય આદરથી લેવામાં આવે છે એ ‘ભીષ્મ પિતામહ’ સુખદેવજી લાલા હજી હાર્યા નથી અને થાક્યા પણ નથી. દેશ-દુનિયાનાં અનેક શહેરોમાં ફરી વળેલા ‘લાલાજી’એ જીવનનાં પાછલાં વર્ષોમાં ભાવનગર સાથે ભાવસંબંધ બાંધી લીધો છે.
![ડૉક્ટર સાહેબ, જરા જાત માટે પણ સમય કાઢો...](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/GlskusfXa1720265274647/1720267503846.jpg)
ડૉક્ટર સાહેબ, જરા જાત માટે પણ સમય કાઢો...
બીજાનાં જીવન બચાવવા સતત મથતા રહેતા ડૉક્ટરને રિલેક્સ થવાનો ટાઈમ ભાગ્યે જ મળે. એક તો વિદ્યાર્થીજીવન દરમિયાન એમણે ઘણું સ્ટ્રેસ ભોગવ્યું હોય અને કામે લાગ્યા પછી તો રોજ નવા પડકાર ઝીલવાના થાય. એક જુલાઈએ ડૉક્ટર્સ ડે છે એ નિમિત્તે ‘ચિત્રલેખા’એ ગુજરાત-મુંબઈના કેટલાક નામાંકિત તબીબો સાથે વાત કરીને એ એમની વ્યવસાયી પ્રવૃત્તિનો ભાર હળવો કરવા કહો કે થાક ઉતારવા-રિલેક્સ થવા માટે કેવું પ્લાનિંગ કરે છે તથા એનાં શું પરિણામ મળ્યાં એ પૂછ્યું. સાથે એમના અમુક શોખ વિશે પણ અવનવી વાતો જાણવા મળી.
![દરવાજા વિનાનાં ઘરવાળું એક અનોખું ગામ](https://reseuro.magzter.com/100x125/articles/34/1747168/nVEx6K0571720249084483/1720250359974.jpg)
દરવાજા વિનાનાં ઘરવાળું એક અનોખું ગામ
કોઈ પણ ગામની શેરી કે મહોલ્લામાં જઈને જોઈએ તો ઘરને સુરક્ષિત રાખવા માટે ડેલા કે લોખંડના દરવાજા જોવા મળે. શહેરોમાં તો હવે મોટા ભાગનાં મકાનમાં અને ઘરની બહાર પણ સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવે છે. આ સામે ગુજરાતમાં એક એવું અનોખું ગામ છે કે જ્યાં આખા ગામમાં કોઈ ઘરમાં દરવાજા કે ડેલાની આડશ જ નથી. અને છતાંય ગામમાં ક્યારેય ચોરીની ઘટના બની નથી. આવો, સૌરાષ્ટ્રના આ નાનાએવા સાતડા ગામની અજાયબી વિશે જાણીએ.