ઈન અદાઓં કે દીવાને હજારોં થે...
Chitralekha Gujarati|May 27, 2024
કોઠામાં નાચ-ગાન કરીને રાજશાસકોથી માંડીને માલેતુજાર શોખીનોનાં દિલને બહેલાવનારી તવાયફોને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી જ એમણે જીવનમાં કરુણતા પણ અનુભવી. અલબત્ત, તવાયફોનો સુવર્ણકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ તસવીરના માધ્યમથી આ યુગ જીવંત કરે અમદાવાદના એક કળાપ્રેમી.
મહેશ શાહ (અમદાવાદ)
ઈન અદાઓં કે દીવાને હજારોં થે...

થોડા મહિના પહેલાં આર્ય સમાજના સ્થાપક, વેદોના ઊંડા અભ્યાસુ તથા અમુક ક્રિયાકાંડોના વિરોધી એવા પ્રખર સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીનો દ્વિશતાબ્દી જન્મ મહોત્સવ સૌરાષ્ટ્રના ટંકારામાં ઊજવાયો હતો.

વર્ષ ૧૮૨૪માં ટંકારામાં જન્મેલા મૂળશંકર ત્રિવેદી દીક્ષિત થઈને સાધુ મહર્ષિ દયાનંદ બન્યા. એમણે ૫૯ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ ૧૮૮૩ની ૩૦ ઑક્ટોબરે અજમેરમાં દેહ છોડ્યો.

મહર્ષિના અવસાન અંગે ટંકારાસ્થિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળના પ્રધાન આચાર્ય રામદેવજીએ ચિત્રલેખાને ચોંકાવનારી વાત કહી હતીઃ ‘જોધપુરના રાજા જશવંતસિંહજી નન્હી બેગમ (નન્હીજાન) નામની તવાયફના પ્રેમમાં ગળાડૂબ હતા. એક વાર ધર્મોપદેશ માટે નીકળેલા મહર્ષિ દયાનંદે રાજાને દુરાચારમુક્ત થઈને રાજશાસન ચલાવવાની સલાહ આપી. એનાથી નારાજ થઈને રાજા અને નન્હી બેગમે દયાનંદજીને મારી નાખવા ષડયંત્ર રચ્યું અને દયાનંદજીને એમના રસોઈયા જગન્નાથ મારફતે ઝેરમિશ્રિત દૂધ પિવડાવ્યું. ઝેરથી અસ્વસ્થ થયેલા દયાનંદજીએ આબુમાં રાજવૈદ્યની સારવાર લીધી. બાદમાં અજમેર ગયા, જ્યાં એમનું અવસાન થયું.’

આ ઘટનાથી મહર્ષિ દયાનંદના મૃત્યુ માટે એક તવાયફ પણ જવાબદાર કહેવાય.

તવાયફ આ શબ્દ સાંભળતાંવેંત નજર સામે સમી સાંજે આછા અજવાળામાં મેકઅપ અને આભૂષણોથી સજ્જ, પારદર્શક ઓઢણી ઓઢી, પગમાં ઘૂંઘરું બાંધીને માદક અદા વેરતી નર્તકી નજરે પડે. એ ગઝલ કે ઠૂમરી ગાતી હોય.

ચલતે ચલતે યૂં હી કોઈ મિલ ગયા થા... (પાકીઝા) અથવા દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજીયે કે પછી ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ (ઉમરાવ જાન) જેવાં ફિલ્મી ગીતોએ તવાયફોને બહુ પ્રસિદ્ધિ આપી.

તવાયફ માટે મૂળ ઉર્દૂ શબ્દ તયફીનો અર્થ છે હરતુંફરતું જૂથ. ભગવદ્ગોમંડલ મુજબ તવાયફ એટલે રામજણી. કોઠા (નાચ-ગાન ભજવણી અને એ નર્તકીનું રહેઠાણ સ્થાન)માં તવાયફ મહદંશે સાંજે વાદકો સંગે ઠૂમરી, ગીત, ગઝલ, વગેરે ગાતી એથી લોકો એને કોઠાવાળી, નાચ-ગાનવાળી કે બાઈ તરીકે ઓળખતા. તવાયફોનો ઈતિહાસ જૂનો છે. સાથે રોચક અને કરુણાજનક પણ ખરો. જો કે હવે તવાયફની ઝલક વધુ તો તસવીર, ચિત્ર, પુસ્તક, ફિલ્મ, નાટકમાં જોવા મળે છે.

This story is from the May 27, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the May 27, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા
Chitralekha Gujarati

બજેટ પાસે કરબોજ ઘટાડવાની ભરપૂર અપેક્ષા

આ વખતના અંદાજપત્રમાં આવકવેરાની રાહત વધે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કોને કેટલા લાભ મળશે અને કેટલા ફળશે એ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બનતો જાય છે. વડા પ્રધાન અને નાણાપ્રધાન બન્ને માટે આ બજેટ પડકાર છે. પ્રજાના વિશાળ નારાજ વર્ગનાં દિલ જીતવાની આ તકનો લાભ મોદી સરકાર કઈ રીતે ઉઠાવશે એ જોવાનું રસપ્રદ રહેશે.

time-read
5 mins  |
July 08, 2024
સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંયોજન
Chitralekha Gujarati

સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિનું સંયોજન

૨૦૦૧ના ભૂકંપપીડિતોની યાદગીરી રૂપે ભૂજમાં બનેલાં સ્મારક અને સંગ્રહાલયને વૈશ્વિક ખ્યાતિ મળી છે. અર્થસભર નવતર ડિઝાઈન સાથે આ સ્મૃતિવન સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બન્યું છે.

time-read
3 mins  |
July 08, 2024
સુરતનો કેરીગાળો માણ્યો છે તમે?
Chitralekha Gujarati

સુરતનો કેરીગાળો માણ્યો છે તમે?

મૂળ સુરતીઓ આ સીઝનમાં દીકરી-જમાઈને ઘરે બોલાવીને કેરીનો રસ ખવડાવે છે. સાથે અન્ય વાનગીઓ પણ ખરી. આખો પરિવાર આ ભોજન માણે એવી ઈચ્છા પછી તો અહીં પરંપરા બની ગઈ.

time-read
4 mins  |
July 08, 2024
સાઈકલ પે નિકલી અપની સવારીઃ વડોદરાની નિશા પહોંચશે લંડન
Chitralekha Gujarati

સાઈકલ પે નિકલી અપની સવારીઃ વડોદરાની નિશા પહોંચશે લંડન

વૃક્ષોનું જતન કરવા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવા નિશા

time-read
2 mins  |
July 08, 2024
પહેલું બાળક...આવી ચિંતા થવી સહજ છે!
Chitralekha Gujarati

પહેલું બાળક...આવી ચિંતા થવી સહજ છે!

ગર્ભની ફરતે પ્રવાહી ઓછું હોય તો મુશ્કેલી થઈ શકે?

time-read
3 mins  |
July 08, 2024
મેનેજમેન્ટનો ક્લબ સમાસેવાની રાહ પર...
Chitralekha Gujarati

મેનેજમેન્ટનો ક્લબ સમાસેવાની રાહ પર...

અનેક શૈક્ષણિક સિદ્ધિ, પ્રોફેસર તરીકેની અત્યંત સફળ કારકિર્દી તથા રોકેટની જેમ વધી રહેલા બિઝનેસનાં સંચાલન પછી મુંબઈનાં આ મહિલાને સમાજસેવાનું ઘેલું એવું તો લાગ્યું કે એમણે નબળા વર્ગના યુવાનોને યોગ્ય જૉબ સ્કિલ આપવાનું શરૂ કર્યું. આગળ જતાં ગ્રામીણ વિસ્તારોની જળસમસ્યા અને ખેતીના પ્રશ્નો ઉકેલ્યા તો સાથે વૃક્ષારોપણ ઝુંબેશ અને સ્ત્રીસશક્તિકરણ ક્ષેત્રે પણ પાયાનાં કામ કર્યાં.

time-read
4 mins  |
July 08, 2024
ચોમાસામાં બોલબાલા વાતાવરણની ગુટલીઓનો વરતારો આપતી ઍપ્સની
Chitralekha Gujarati

ચોમાસામાં બોલબાલા વાતાવરણની ગુટલીઓનો વરતારો આપતી ઍપ્સની

કાનને ખુલ્લા રાખે એવા બોન કન્ડક્શન હેડફોન વસાવવાનું હવે ખાસ મોંઘું રહ્યું નથી.

time-read
3 mins  |
July 08, 2024
૧૦૧ નૉટઆઉટ
Chitralekha Gujarati

૧૦૧ નૉટઆઉટ

૫૫ પેટન્ટ, ૨૯૦ સંશોધન પેપર, ૧૦ પુસ્તક અને અને... ઑર્ગેનિક કેમિસ્ટ્રી ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ જેમનું નામ આજેય આદરથી લેવામાં આવે છે એ ‘ભીષ્મ પિતામહ’ સુખદેવજી લાલા હજી હાર્યા નથી અને થાક્યા પણ નથી. દેશ-દુનિયાનાં અનેક શહેરોમાં ફરી વળેલા ‘લાલાજી’એ જીવનનાં પાછલાં વર્ષોમાં ભાવનગર સાથે ભાવસંબંધ બાંધી લીધો છે.

time-read
4 mins  |
July 08, 2024
ડૉક્ટર સાહેબ, જરા જાત માટે પણ સમય કાઢો...
Chitralekha Gujarati

ડૉક્ટર સાહેબ, જરા જાત માટે પણ સમય કાઢો...

બીજાનાં જીવન બચાવવા સતત મથતા રહેતા ડૉક્ટરને રિલેક્સ થવાનો ટાઈમ ભાગ્યે જ મળે. એક તો વિદ્યાર્થીજીવન દરમિયાન એમણે ઘણું સ્ટ્રેસ ભોગવ્યું હોય અને કામે લાગ્યા પછી તો રોજ નવા પડકાર ઝીલવાના થાય. એક જુલાઈએ ડૉક્ટર્સ ડે છે એ નિમિત્તે ‘ચિત્રલેખા’એ ગુજરાત-મુંબઈના કેટલાક નામાંકિત તબીબો સાથે વાત કરીને એ એમની વ્યવસાયી પ્રવૃત્તિનો ભાર હળવો કરવા કહો કે થાક ઉતારવા-રિલેક્સ થવા માટે કેવું પ્લાનિંગ કરે છે તથા એનાં શું પરિણામ મળ્યાં એ પૂછ્યું. સાથે એમના અમુક શોખ વિશે પણ અવનવી વાતો જાણવા મળી.

time-read
4 mins  |
July 08, 2024
દરવાજા વિનાનાં ઘરવાળું એક અનોખું ગામ
Chitralekha Gujarati

દરવાજા વિનાનાં ઘરવાળું એક અનોખું ગામ

કોઈ પણ ગામની શેરી કે મહોલ્લામાં જઈને જોઈએ તો ઘરને સુરક્ષિત રાખવા માટે ડેલા કે લોખંડના દરવાજા જોવા મળે. શહેરોમાં તો હવે મોટા ભાગનાં મકાનમાં અને ઘરની બહાર પણ સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવે છે. આ સામે ગુજરાતમાં એક એવું અનોખું ગામ છે કે જ્યાં આખા ગામમાં કોઈ ઘરમાં દરવાજા કે ડેલાની આડશ જ નથી. અને છતાંય ગામમાં ક્યારેય ચોરીની ઘટના બની નથી. આવો, સૌરાષ્ટ્રના આ નાનાએવા સાતડા ગામની અજાયબી વિશે જાણીએ.

time-read
3 mins  |
July 08, 2024