ગુજરાતમાં જુદાં જુદાં સ્થળ અને સમયે ગૌરક્ષા કે સ્ત્રીરક્ષા કાજે જાનનું બલિદાન આપનારા વીરલાના પાળિયા બન્યા. એ જ રીતે સરહદની સુરક્ષા કરતા કે દુશ્મનો સાથેના યુદ્ધમાં વીરગતિ પામનારા સૈનિક તેમ જ કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં મૃત્યુ પામેલા પોલીસની સ્મૃતિમાં પણ શહીદ સ્મારક બન્યાં છે.
અમદાવાદમાં કોમી તોફાનમાં કે પોલીસ ગોળીબારથી મોતને ભેટેલા નાગરિકોની ખાંભી બની તથા સૈનિકો અને પોલીસનાં શહીદ સ્મારક બન્યાં તો પાટનગર ગાંધીનગરમાં ગુજરાતના નવ શહીદ વનકર્મચારીની સ્મૃતિમાં રાજ્યનું પ્રથમ શહીદ સ્મારક એવું વનપાલ સ્મારક સુદ્ધાં બન્યું છે.
જાણી લો કે જંગલવિભાગના ઘણા કર્મચારી વન્યજીવોના કે અન્ય સંપાદન રક્ષણ અને સંવર્ધન માટે ક્યારેક પોતાના જાનની બાજી લગાવે છે. એમાં કીમતી લાકડાં કે વનસંપત્તિની ચોરી કે હેરાફેરી અટકાવવાની હોય કે હિંસક પ્રાણીને શિકારીથી બચાવવાનું હોય, એ કામ વનવિભાગનો સ્ટાફ જોખમ ખેડીને કરે છે. જો કે ક્યારેક કોઈક સ્વાર્થી વનકર્મી પૈસા કે વસ્તુની લાલચમાં વનસંપદાની ચોરી કે પ્રાણીનો શિકાર થવા દે છે, પરંતુ બહુધા વનકર્મીની નિયત અને નિષ્ઠા પ્રકૃતિતરફી હોય છે.
ગાંધીનગરના નાયબ વનસંરક્ષક (ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ-ડીસીએફ) ચંદ્રેશ શાનાદ્રે ચિત્રલેખાને કહે છેઃ જંગલમાં ઢોરઢાંખર ચરાવતાં, ગેરકાયદે વૃક્ષ કે કીમતી લાકડાં કાપતાં અને એની હેરાફેરી તથા અમુક વન્યપ્રાણીનો શિકાર થતો રોકવા વનવિભાગના ફીલ્ડ સ્ટાફને સ્થાનિક કે અજાણ્યા લોકો સાથે ક્યારેક બોલાચાલી કે ઘર્ષણ થાય છે. અમુક વાર કર્મચારી વન્યજીવનાં રખોપાં કરવામાં તો ક્યારેક હિંસક પ્રાણીના હુમલાનો ભોગ બને છે, એમાં કોઈકનું મૃત્યુ થાય છે.’
દેશભરમાં વન અને વન્યજીવોનાં સંરક્ષણ તથા સંવર્ધન કરવામાં અનેક વનકર્મીઓ ઘાયલ થયા અને અમુક શહીદ થયા છે. આ શહીદ વનકર્મીઓની સ્મૃતિમાં કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૧૩થી રાષ્ટ્રીય વન શહીદ દિવસ પણ ઊજવે છે.
ગુજરાતના વનવિભાગે ચાર દાયકામાં શહાદત વહોરનારા નવ વનકર્મીની સ્મૃતિમાં ગાંધીનગરમાં ગયા વર્ષે રાજ્યનું પ્રથમ વનપાલ સ્મારક બનાવ્યું.
This story is from the December 02, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 02, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.
આખેઆખા દેશનું અસ્તિત્વ જ મટી જાય તો? જ
સાવધાન... જન્મદર ઘટવાને કારણે દક્ષિણ કોરિયા નામશેષ થવાના આરે આવી પહોંચ્યો છે. આમ થવાનાં કારણ વિચારવા જેવાં છે.
જય ગિરનારી, યે ચિનગારી કબ બૂઝેગી?
ભજન, ભોજન અને ભક્તિની પવિત્ર ભૂમિ મનાતા ગિરનાર ક્ષેત્રનાં મંદિરોમાં બે સાધુઓનાં જૂથ વચ્ચે ગાદી માટેની લડાઈએ અનેક પ્રશ્ન સર્જ્ય છે. ભાવિકોથી માંડી સામાન્ય લોકોમાં પણ આ બાબતનો કચવાટ છે. આખા વિવાદમાં એક મહત્ત્વનું પાત્ર છે ગિરનારના સાધુમાંથી દિલ્હીના સંસદસભ્ય બની ફરી ભગવા ધારણ કરનારા મહંત મહેશગિરિ.
પરંપરાગત ખેતીનું સ્થાન લઈ રહી છે નાળિયેરી
બહારથી કડક અને અંદરથી નરમ એવું શ્રીફળ આપતી નાળિયેરી ઓછા જાળવણી ખર્ચે વર્ષો સુધી આવક આપતી હોવાથી હવે દરિયાકિનારા સિવાયના વિસ્તારમાં એની હાઈબ્રિડ પ્રજાતિની મબલક ખેતી થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં તો કેટલાંક સખી મંડળ સુદ્ધાં આ કલ્પવૃક્ષની ઊપજમાંથી વિવિધ વસ્તુ બનાવી આવક રળી રહ્યાં છે.
બનાવટી બાબુઓનો કેમ ફાટ્યો છે રાફડો?
પોલીસ અને બીજા સરકારી વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવવાના કે બીજી કોઈ છેતરપિંડી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા કેટલાક લેભાગુઓએ તો વડા પ્રધાન કે મુખ્ય મંત્રી કાર્યાલયના ઑફિસર હોવાનો દાવો કરીને સુદ્ધાં લોકોને ઉલ્લુ બનાવ્યા છે.