જ્યારે પણ આપણે કુકિંગ ઓઈલ ખરીદવા જઈએ છીએ ત્યારે જોઈએ છીએ કે તેની કિંમત કેટલી છે. જે ઓઈલની કિંમત ઓછી હોય છે આપણે તે જ ખરીદીએ છીએ. એ જાણ્યા વિના કે તે આપણી હેલ્થ માટે સારું છે કે નહીં. જ્યારે ઓઈલનો સીધો સંબંધ આપણી હેલ્થ અને હાર્ટ સાથે જોડાયેલો છે. તેથી એ સમજવું ખૂબ જરૂરી છે કે કુકિંગ ઓઈલની પસંદગી સાવચેતીથી કરો, જેથી તમારું ભોજન સ્વાદિષ્ટ બનવાની સાથેસાથે તમારા હાર્ટની હેલ્થ પણ સારી રહે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં દર વર્ષે ૧૨ લાખની આસપાસ યંગસ્ટર્સના હાર્ટએટેકના લીધે મૃત્યુ થઈ રહ્યા છે, જે ચિંતાજનક આંકડા છે. તેથી સમય રહેતા સતર્ક થવાની જરૂર છે.
તો આવો જાણીએ, કયું કુકિંગ ઓઈલ આપણી હેલ્થ માટે સારું છે :
સેચ્યુરેટેડ-અનસેચ્યુરેટેડ ઓઈલ
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિસર્ચ મુજબ, જો આપણે આપણા હાર્ટને હેલ્પિ રાખવું છે તો આપણે અનસેચ્યુરેટેડ ઓઈલ અથવા ગુડ ફેટ, જેને પોલી અનસેચ્યુરેટેડ ફેટ અને મોનો અનસેચ્યુરેટેડ ફેટમાં કહેવામાં આવે છે, તેનું સેવન કરી શકો છો. તે રૂમ ટેંપરેચર પર લિક્વિડ હોય છે. ઓમેગા ૩ ફેટી એસિડ, જે અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, તે આપણી હેલ્થ માટે સારું માનવામાં આવે છે. આ ફેટ હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે, સાથે આ શરીરમાં ટ્રિગ્લીસેરિડેસ લેવલને પણ ઘટાડે છે.
તે ઉપરાંત શરીરમાં બેડ કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરીને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. તેની સાથે તે આપણા બ્લડપ્રેશર લેવલને કંટ્રોલ કરવા અને આપણી આર્ટરીજને હાર્ડ થવા નથી દેતું. બીજી બાજુ સેચ્યુરેટેડ ફેટ, જેને બેડ ફેટ પણ કહેવાય છે. આપણે તેને ખાવાથી પરેજ કરવી જોઈએ અને ઓછા પ્રમાણમાં ખાવું જોઈએ, કારણ કે તે આપણા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે.
આ ફેટ રૂમ ટેંપરેચર પર સોલિડ હોય છે. તમારે આર્ટિફિશિયલ ટ્રાન્સ ફેટ્સથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે હાર્ટએટેક, સ્ટ્રોક, કેન્સર, સ્થૂળતા વગેરેને વધારવાનું કામ કરે છે.
ઈન્ફોર્મેટિવ ફેક્ટ
જો તમારા શરીરને રોજ ૨૦૦૦ કેલરીની જરૂર હોય તો તમારે તેની ૨૦-૨૫ કેલરી ફેટમાંથી લેવી જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ કે આ ફેટ અનસેચ્યુરેટેડ ફેટ હોય અને જો સેચ્યુરેટેડ ફેટ લઈ રહ્યા છો તો તેની લિમિટ નક્કી કરો એટલે માત્ર ૫-૬ ટકા જ લો.
This story is from the July 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો