મહિલાઓનું મતદાન અભિયાન, સમજો તમારા ‘મત’નું મૂલ્ય
ABHIYAAN|November 19, 2022
ગુજરાતમાં ઇલેક્શનની તારીખો જાહેર થતાં જ જદા-જુદા પક્ષોએ જીત માટે કમરકસી લીધી છે. ત્યારે પોતાનો મત કેટલો અમૂલ્ય છે, તેના માટે આ વર્ષે મહિલાઓએ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. મહિલા ગ્રૂપ દ્વારા અન્ય મહિલાઓને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, કોઈ પણ સંજોગોમાં મતદાન કરવું જ જોઈએ, એક મત પણ કિંમતી છે. જેની માટે કિટી પાર્ટી, ગેટ ટુ ગેધર, ગ્રૂપ ટૉકિંગ, વીડિયો કૉલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક મહિલાઓનાં ગ્રૂપ મતદાન જાગૃતિ અભિયાનમાં અગ્રેસર રહીને મતદાનનું મહત્ત્વ સમજાવી રહ્યાં છે.
હેતલ રાવ
મહિલાઓનું મતદાન અભિયાન, સમજો તમારા ‘મત’નું મૂલ્ય

સવાર સવારમાં નિકિતા વહેલા વહેલા કામ પતાવવાની દોડધામમાં લાગેલી હતી. ત્યાં જ સાસુમાએ પાછળથી ટોકતાં કહ્યું કે, ‘કેમ આજે ઉતાવળે કામે લાગી છે, બહાર જવાનું છે?’ ત્યારે નિકિતાએ કહ્યું, ‘અરે ના..ના.મમ્મી આ તો ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. માટે અમારા કિટી ગ્રૂપે નક્કી કર્યું છે કે હવે રોજ બે કલાક શહેરના જુદા-જુદા વિસ્તારો અને એવી મહિલાઓ જેમને પોતાના મતનું મૂલ્ય જ ખબર નથી તેમને ત્યાં જવાનું અને તેમને મતદાન વિશેની સમજ આપવાની.’ ત્યારે સાસુ કોકિલાબહેન બોલ્યાં કે, ‘પણ એમ તમને લોકોને કેવી રીતે ખ્યાલ આવે કે ક્યાં જવું, કઈ મહિલાઓ પાસે જવું?’ ‘મમ્મી અમે તેની માટે પણ ડેટા ભેગો કર્યો છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં મહિલાઓ મતદાનને લઈને જાગૃત નથી. આ ઉપરાંત પણ ઘણા વિસ્તારો છે. અરે, ઘણી જગ્યાએ તો એજ્યુકેટેડ મહિલાઓ પણ મતદાન કરવા જવાનું ટાળે છે. કહે છે કે મારા એક મતથી શું ફરક પડે. બસ, આવી અનેક મહિલાઓ માટે અમારા કિટી ગ્રૂપે નક્કી કર્યું છે કે અમે મતદાન જાગૃતિ અભિયાન ચલાવીશું. એકાદ મહિનો કિટી પાર્ટીમાં ગેમ નહીં રમીએ, બહાર ફરવા નહીં જઈએ અને અન્ય પ્રવૃત્તિ નહીં કરીએ તો કોઈ ફરક નહીં પડે, પરંતુ જો અમારા આ અભિયાનથી મહિલાઓમાં થોડી પણ જાગૃતિ આવી તો અમને સારું કામ કર્યાનો સંતોષ થશે.

ઉપરની વાત સાંભળીને પહેલાં તો જરા નવાઈ લાગે કે, વળી હવે તો લોકો મતદાનને લઈને ઘણા જાગૃત છે, તોપણ આવા અભિયાનની જરૂર છે, પરંતુ હકીકતમાં ઘણી વખત આપણને જે લાગતું હોય તે સાચું નથી હોતું. આજે પણ મહિલાઓમાં મતદાનને લઈને નિરસતા જોવા મળે છે. ઘરનો પુરુષ વર્ગ મતદાન કરી આવે એટલે તેમને પત્યું. પોતે મતદાન કરવું છે કે મારે પણ મતદાન કરવું જ જોઈએ જેવી વાતો તેમની માટે ખાસ મહત્ત્વની નથી, કારણ કે તેમને તો ફક્ત પોતાનાં ઘર, સમાજ, વ્યવહારો અને પરિવારથી જ મતલબ હોય છે. પોતાનો મત કેટલો કિંમતી છે તેની તો જાણ સુદ્ધાં નથી હોતી. માટે આજે પણ અનેક જગ્યાએ મહિલાઓ દ્વારા મતદાન કરવામાં ઉદાસીનતા જોવા મળે છે.

This story is from the November 19, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the November 19, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024