રસોડામાં વપરાતા રોજિંદા મસાલાનું અનેરું મહત્ત્વ
ABHIYAAN|November 26, 2022
રસોડા પર હંમેશાં મહિલાઓનું જ આધિપત્ય રહ્યું છે અને મહિલાઓ પોતાના રસોડાને અનેક મસાલાઓથી ભરપૂર રાખે છે. મહા, ફાગણ અને ચૈત્ર એટલે મસાલા ભરવાના મહિના. આ ત્રણ માસ દરમિયાન મહિલાઓ બારેમાસના મસાલાઓનો સંગ્રહ કરે છે. જેમાં હળદર, ધાણાજીરું, મરચું, ગરમ મસાલા, ખડા મસાલા, જાત-જાતના મસાલાઓની બારીકાઈથી ચકાસણી કરવામાં આવે છે. આ દિવસોમાં ઠેર-ઠેર મસાલાઓ દળાતા, ખંડાતા અને પીસાતા જોવા મળે છે. સમયની સાથે બધું રેડિમેડ થઈ ગયું, છતાં મસાલાની વાત આવે એટલે મહિલાઓ જાતે ઊભા રહીને જ મસાલા તૈયાર કરાવે છે.
હેતલ રાવ
રસોડામાં વપરાતા રોજિંદા મસાલાનું અનેરું મહત્ત્વ

‘અરે, ખ્યાતિ કેમ આમ ઉતાવળમાં છે?’ પાખીએ પૂછ્યું.

‘કંઈ નહીં બસ, આ જરા હળદર લાવી હતી તે પીસાવવા જવાનું છે તેની વેતરણમાં છું.’ તેમ કહેતાં ખ્યાતિએ પાખીના હાથમાં ચાનો કપ પકડાવ્યો.

‘તું તૈયાર મસાલા લઈ લેતી હોય તો, હું તો એમ જ કરું છું. હવે નોકરી, પરિવાર, બાળકોની સ્કૂલ આ બધાંની વચ્ચે વળી મસાલા પીસાવા જવાનો સમય જ ક્યાં મળે?’ તરત જ પાખી બોલી. ‘તારી વાત સાચી છે પાખી, પણ મને તો જાતે ઊભા રહીને પીસાયેલા મસાલા જ ફાવે. હું તો હળદર, મરચાં, ધાણા બધું આખું જ લાવું છું અને પછી તેને જાતે જ પીસાવું છું. મને તો ભઈ, મારા રસોડામાં રેડીમેડ મસાલા ના ફાવે, તેમાં વળી પીસાયેલા મસાલા જેવી મજા ક્યાં. હું એમ નથી કહેતી કે પીસાયેલા મસાલા સારા નથી હોતા, પરંતુ હું તો ગમે તેમ કરીને સમય કાઢીને પણ બાર મહિનાના મસાલા જાતે જ પીસાવીને ભરું છું, તો જ મને રસોઈમાં સ્વાદ અને હા, મજા પણ આવે.’

આ વાર્તાલાપ બે સખીઓનો છે, બંને નોકરી કરે છે. પરંતુ ખ્યાતિ રસોઈમાં ઉપયોગમાં લેવાતા તમામ મસાલા જાતે જ તૈયાર કરાવે છે, જ્યારે પાખીને રેડીમેડ મસાલાના પેકેટ ફાવી ગયાં છે. અહીં વાત કયા મસાલા સારા તેની નથી, પણ વાત છે રસોઈના સ્વાદ અને સુગંધની. જી હા, મહિલાઓ માટે રસોડામાં વપરાતા રોજિંદા મસાલાનું ખૂબ મહત્ત્વ રહેલું છે અને કેમ ના હોય! મસાલા માત્ર સ્વાદ પૂરતા જ નહીં, પરંતુ આરોગ્યવર્ધક પણ હોય છે.

બારેમાસ ભરાતા અને રસોડામાં રોજબરોજ વાપરવામાં આવતા મસાલાઓ આપણને સ્વાદનો અનુભવ કરાવવાની સાથે સાથે આપણા શરીરને પણ સ્વસ્થ્ય રાખે છે. જુદા-જુદા મસાલાઓમાં જુદા-જુદા પ્રમાણમાં આરોગ્યવર્ધક લાભ રહેલા છે.

This story is from the November 26, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the November 26, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024