દિવસે દિવસે અંગ્રેજી અને અંગ્રેજિયતનો ક્રેઝ જેટલો વધતો ગયો છે એટલો તો ઓરિજિનલ અંગ્રેજોનું રાજ હતું ત્યારે પણ નહીં હોય એવું આજના ગુજરાતી માનસમાં ઘર કરી ગયેલા અંગ્રેજી માટેના આકર્ષણ પરથી લાગે છે!
અમારા એક મિત્ર છે, એમને અંગ્રેજીમાં વાત કરવાનો ખૂબ જ શોખ, પણ અંગ્રેજી એટલું આવડે નહીં, પણ એમણે આ બાબતે પેલી કહેવતનું ચુસ્તપણે પાલન કરવા માંડ્યું છે કે, ‘મન હોય તો માળવે જવાય.’ બસ, માળવે જવા માટે એમણે મનને મજબૂત કરી લીધું છે. મતલબ કે અંગ્રેજીમાં વાતચીત કરવા માટે એમણે મનને તૈયાર કરી દીધું. કોઈએ એમને જ્યારથી એવું કહ્યું કે -જુઓ ભ’ઈ, દુનિયામાં કશું જ અઘરું નથી, પડશે એવા દેવાશે. જેવું આવડે એવું અંગ્રેજીમાં બોલ્યે રાખવું. સાંભળનારને સમજ ન પડે તો એની એટલી અણસમજ કહેવાય અને એ એનો પ્રૉબ્લેમ કહેવાય.
આ મિત્રએ વાતવાતમાં ‘ઓહ યેસ્સ’, ‘ઓહ નો’, ‘વાઉ!’, ‘લીટરલી’, ‘આઉટ સ્ટેન્ડિંગ’, ‘માઇન્ડ બ્લોઇંગ’, ‘ઍક્ઝેક્ટલી’, ‘ડેફિનેટ્લી’, ‘યા.યા..’, ‘અલ્ટિમેટલી’, ‘એન્ડ ઑફ ધ ડે’ જેવા શબ્દોનો તડકો લગાવવાનું શરૂ કરી દીધું અને ઉપર વધારાના મરી-મસાલા તરીકે જે રોજના ચીલાચાલુ શબ્દો ‘ઓકે’, ‘થૅન્ક્સ’, ‘વૅલકમ’, ‘શ્યૉર’, ‘સૉરી’નો વઘાર કરીને પોતાની અંગત અંગ્રેજિયતનો પરિચય આપવાનું શરૂ કરી દીધું.
વળગણ અને વળગાડ – આ બંને શબ્દોમાં ફરક છે. આપણામાંના મોટા ભાગના લોકોને અંગ્રેજીનું વળગણ છે અને મોટા ભાગના રાજકારણીઓને અંગ્રેજોનો વળગાડ છે. સાપ ગયા પણ લિસોટા રહ્યા, એમ અંગ્રેજો ગયા પણ એમના ઠાઠમાઠ, એમનું VIP કલ્ચર અને VVIP વલ્ચર આપણે ત્યાં રહી ગયું. આપણે આપણી ફરજ સમજીને આને બાય ઑલ મીન્સ જતન કરીને સાચવી રાખ્યું. સાચવી રાખ્યું એટલું જ નહીં, એને ડે બાય ડે ડેવલપ પણ કર્યું. જોયું? મને પણ અંગ્રેજિયતનો વાઇરસ લાગુ પડી ગયો!
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે