ગોવાના દરિયા કિનારે આ વર્ષે, ફરી ૨૦થી ૨૮ નવેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ રંગેચંગે ઊજવાયો. ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ તથા નેશનલ ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા આયોજિત આ ૫૩મો ફિલ્મ સમારોહ હતો. કોવિડના ગોઝારા બે વર્ષ બાદ ગયા વર્ષે ફેસ્ટિવલ યોજાયેલો, પણ તે હાઇબ્રિડ હતો. આ વખતે પણ વર્ચ્યુઅલએક્સેસ હતું જ, તેમ છતાંય લાઇવ ઑડિયન્સ સૌથી વધુ પ્રમાણમાં આ વખતે ૫૩મા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં હતું, પણ આ લખનારે પૂરેપૂરા, નવ દિવસ જાતજાતની ફિલ્મો, ભાતભાતની ફિલ્મોની વાતો તથા ફિલ્મીલોકો વચ્ચે પસાર કર્યા હતા. ૫૩મા આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં રમતગમત અને યુવા બાબતોના મંત્રી તથા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગઠાકુરે જણાવ્યું હતું કે, ‘એશિયાનાસૌથીમોટા ફિલ્મોત્સવ એવા ઇફિનું આ ૫૩મું વર્ષ છે. અહીં ફિલ્મમૅકર, નિર્માતા તથા દેશ-દુનિયાના કલાકારોને પોતાની કૃતિ રજૂ કરવાની તક મળે છે. અમે ભારતને વૈશ્વિક કન્ટેન્ટ હબ બનાવવા માગીએ છીએ. આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યા છીએ ત્યારે અમારી ભારતને ફિલ્મમૅકર્સ, પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શન માટે એક મોટું માર્કેટ બનાવવાની યોજના છે.’
ભારતીય ફિલ્મોનો ગુલદસ્તો!
આ વખતે ઇન્ડિયન પૅનોરમા સેક્શનમાં ૨૫ ફિલ્મો હતી. જેમાં કન્નડ ભાષાની ‘હિંદનેલેંતુ’ નામક ફિલ્મ ઓપનિંગ ફિલ્મ તરીકે હતી. પૃથ્વી કોનાનુર દિગ્દર્શિત આ ફિલ્મમાં બારમા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીની વાર્તા છે. બંને શનિવારના દિવસે, ક્લાસ પૂરા કર્યા બાદ અંતરંગ ક્ષણોને કૅમેરામાં શૂટ કરે છે. સોમવારે તેમને પ્રિન્સિપાલ દ્વારા બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે, તમારો વીડિયો ઇન્ટરનેટ ઉપર ફેલાઈ ચૂક્યો છે. તેમનો પરિવાર જી જાય છે. સ્કૂલમાંથી તેમના પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. બાદમાં તેમની જાતિને લઈને પણ પ્રશ્નો સામે આવે છે. શ્રીયન ભોંસલે અને નીરજ મેથ્યુ અભિનીત, યુવાનોના સંવેદનશીલ મુદ્દા પર વાત કરતી ‘હદિનેëતુ’ ફિલ્મ અગાઉ બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ ચૂકી છે.
This story is from the December 17, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 17, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે