આઈવીએફ દ્વારા કુંવારી માતાએ આપ્યો જોડિયાં બાળકોને જન્મ
ABHIYAAN|January 07, 2023
દ્વાપર યુગમાં કુંવારી માતા કુંતીએ સામાજિક ડરને કારણે બાળક કર્ણનો ત્યાગ કરવો પડ્યો, પરંતુ સુરતમાં આ ૨૧મી સદીની નારીએ સમાજની પરવા કર્યા વિના નીડરતાથી કુંવારી માતા બનવાનો મક્કમ નિર્ણય લઈ જોડિયાં બાળકોને જન્મ આપ્યો.
જિજ્ઞાસા સોલંકી
આઈવીએફ દ્વારા કુંવારી માતાએ આપ્યો જોડિયાં બાળકોને જન્મ

શસ્રો અનુસાર સ્ત્રી-પુરુષ એકબીજા વિના અધૂરાં છે. આ યુક્તિને હવે ૨૧મી સદીની માનુનીઓ પડકારી રહી છે. સ્ત્રી પુરુષ વિના પણ પૂર્ણતા પામી શકે છે આ વાતને સાબિત કરતો સુરતનો એક તાજો કિસ્સો છે. જેમાં ૪૨ વર્ષની મહિલાએ એડવાન્સ સાયન્સ ટૅક્નોલૉજી આઈવીએફ દ્વારા જોડિયાં બાળકોને જન્મ આપ્યો. તમે કહેશો આઈવીએફ દ્વારા જન્મ આપવો તો હવે સામાન્ય વાત થઈ ગઈ છે તો આમાં નવું શું છે? તો નવી વાત અહીં એ છે કે આ જોડિયાં બાળકોની માતા કુંવારી છે. આપણા ભારતીય સમાજમાં કુંવારી માતા બનવાનો નિર્ણય લેવો ખૂબ જ કઠિન છે, ત્યારે સુરતની ડિમ્પલ દેસાઈએ આ સાહસભર્યું પગલું લીધું છે.

એકલી માતા માટે આર્થિક સદ્ધરતા હોવી જ પર્યાપ્ત નથી, પરંતુ સામાજિક રીતે પણ ડગલે ને પગલે અનેક પડકારોનો સામનો કરવાની ક્ષમતા હોવી અનિવાર્ય છે. આવા બાળકને મોટું કરતી વખતે માતાએ કયા કયા પ્રશ્નોનો સામનો કરવો પડે એ કલ્પના માત્રથી ધ્રુજી જવાય છે. બાળકના ઉછેરમાં માતા-પિતા બંનેની હાજરી, હૂંફ અને પ્રેમ જરૂરી ગણાય છે, પરંતુ ડિમ્પલે પોતે માતાની સાથે પિતાની જવાબદારી પણ નિભાવવી પડશે એ પડકારને ઝીલવા મનને મક્કમ કરી લીધું. જ્યારે અભ્યાસ દરમિયાન અન્ય બાળકો સાથે પોતાનાં સંતાનોની સરખામણી અનાયાસે પણ થશે, આ સંતાનો બીજા બાળકોનો પિતા સાથેનો વ્યવહાર જોશે ત્યારે કેવી લાગણી અનુભવશે? એને કઈ રીતે સમજાવવા પડશે? આ તમામ બાબતો વિશે ડિમ્પલ કહે છે કે, ‘હમણાં તો મેં એવું કંઈ પણ વિચાર્યું નથી, પરંતુ ૨૧મી સદીના આ બાળકો છે. મને વિશ્વાસ છે કે આવી વાતો તેઓ સહેલાઈથી સમજી જશે. મને પોતાની જાત પર પણ વિશ્વાસ છે કે હું એમને આ બાબતે ખૂબ જ સારી રીતે સમજાવી શકીશ. આવા સમયે માતાની મક્કમતા જ બાળકોને એક ઉજ્જવળ ભવિષ્ય આપી શકે છે. આથી હું પૂરેપૂરી રીતે તૈયાર છું.’

This story is from the January 07, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 07, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024