ઓસ્કર એવોર્ડ્સ પાછળની બોડી, ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે ૧૦ કેટેગરીમાં વર્ગીકૃત કરાયેલી ફિલ્મોની સત્તાવાર જાહેરાત કરી છે. આ કેટેગરી આ મુજબ છેઃ દસ્તાવેજી ફિચર ફિલ્મ, દસ્તાવેજી શોર્ટ ફિલ્મ, ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ, મેકઅપ એન્ડ હેરસ્ટાઇલિંગ, મ્યુઝિક (ઓરિજિનલ સ્કોર), મ્યુઝિક (ઓરિજિનલ સોન્ગ), એનિમેટેડ શોર્ટ ફિલ્મ, લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ, સાઉન્ડ એન્ડ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ.
આ દરેક કેટેગરીમાં ૧૦થી ૧૫ કૃતિઓની અંતિમ યાદી તૈયાર કરાઈ છે. એમાંથી જેને ૯૫મા ઓસ્કર માટે નોમિનેટ કરાશે તેની જાહેરાત ૨૪મી જાન્યુઆરીએ થશે. એવોર્ડ સમારોહ ૧૨ માર્ચે લોસ એન્જલસમાં યોજાશે.
નાટુ નાટુ: ૮૦ વેરિએશન્સ, ૧૮ ટેક!
અંતિમ યાદીમાં જુદા જુદા પ્રકારની ચાર ભારતીય ફિલ્મ કૃતિ પસંદગી પામી છે. પહેલા તો એસ.એસ. રાજામૌલીની લોકપ્રિય ફિલ્મ આરઆરઆરના ગીત ‘ નાટુ નાટુ’ની વાત કરીએ.
હિન્દીમાં જેનું રૂપાંતર ‘ નાચો નાચો’ કરવામાં આવ્યું છે તે તેલુગુ ગીત ‘નાટુ નાટુ’ મૌલિક ગીતની શ્રેણીમાં ટોચનાં ૧૫ ગીતોમાં પસંદગી પામ્યું છે. અવતાર, બ્લેક પેન્થર, વ્હેર ધ ક્રોવડેડ્સ વગેરે જેવી ૧૪ ફિલ્મોનાં અન્ય ગીતો પણ સ્પર્ધામાં સામેલ છે. અગાઉ ૨૦૦૮માં સ્લમડોગ મિલિયોનેરનું હિન્દી ગીત ‘જય હો’ શ્રેષ્ઠ મૌલિક ગીત અને સંગીતનો એવોર્ડ જીત્યું હતું. એ.આર. રહેમાન અને ગુલઝારે ભારતને ગૌરવની ક્ષણો આપી હતી. જોકે, તે ડેની બોયલ દિગ્દર્શિત બ્રિટિશ ફિલ્મ હતી.
‘નાટુ નાટુ' એમ.એમ. કિરવાનીએ સંગીતબદ્ધ કર્યું છે. કાલા ભૈરવા તથા રાહુલ સિપ્લિગુંજે ગાયું છે અને ચંદ્રાબોઝે લખ્યું છે. અગાઉ તે ઓસ્કર પછીના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ્સ ગોલ્ડન ગ્લોબ અને ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ માટે નોમિનેટ થઈ ચૂક્યું છે.
This story is from the January 07, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 07, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે