દોરી-પતંગનો કોરિયોગ્રાફર!
ABHIYAAN|January 21, 2023
"હું પતંગ ચગાવતો'તો ને કોણ જાણે કેમ મારું ધ્યાન મારી બાજુના ટેરેસ પર એવું લાગી ગયેલું કે હાથમાંથી પતંગ ક્યારે કપાઈ ગયો એની મને ખબરેય નહોતી રહી..”
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત'
દોરી-પતંગનો કોરિયોગ્રાફર!

પતંગ ગમે તે અને ગમે તેવો હોય - પછી એ પાવલો હોય કે ઘેશિયો, એના અસ્તિત્વનો અને આકાશી વ્યક્તિત્વનો આધાર દોરી પર છે. દોરી વગર ગમે તેવો ખેરખાં પતંગ પણ સાવ ઓશિયાળો જ કહેવાય. દોરીનો નચાવ્યો એ નાચતો હોય અને દોરીની લાઇનદોરી મુજબ જ એ ઊડતો હોય કે ચગતો હોય. ‘ઊડવું’ અને ‘ચગવું’ એમાં ફરક છે. એક પતંગપ્રિય લેખકે પતંગપ્રેમ દર્શાવતાં કહ્યું છે કે, પતંગ વગરની દોરીનું જીવન એટલી હદે ઠેબે ચડતું નથી, જેટલી હદે દોરી વગરનો પતંગ ઢેબે ચડે છે.

‘ઉત્તરાયણ’નો અર્થ સમજાવતાં બાબુ બૉસ કહે છે કે - ઉત્તરાયણ એટલે ઉત્તર તરફ ઢળવું. બાબુનું લગ્નજીવન શરૂ થયું ત્યારથી આજ સુધી આટલું સુંદર અને પડોશીઓને પણ ઈર્ષા જન્માવે એવું પ્રસન્ન લગ્નજીવન છે એનું એકમાત્ર કારણ આ જ છે - બાબુનું ‘ઉત્તર’ તરફ ઢળવું! પ્રશ્ન ગમે તેવો કે ન ગમે તેવો હોય, પણ એનો ઉત્તર હંમેશાં બબિતા જ આપતી હોય અને બાબુનું મસ્તક એ ઉત્તર તરફ સદાયને માટે પૉઝિટિવલી ઢળેલું જ હોય. કોઈ પણ બાબતે બાબુનો વિરોધ હોય જ નહીં. બબિતા ભલે બાબુનો વિરોધ કરતી હોય, પણ બાબુના જીવનકોશમાં ‘વિરોધ’ નામના શબ્દનું સ્થાન જ નથી. ‘પત્નીની કોઈ પણ - કોઈ પણ એટલે કો..ઈ...પ...ણ... વાતનો વિરોધ કરવો એ પ્રસન્ન દાંપત્યજીવનના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ એ લગ્નસૂત્રને એણે મંગલસૂત્ર સમજી અપનાવી લીધું છે.

ગયા અઠવાડિયે બાબુ મારા ઘરે આવ્યો. એને જોઈને મને દુઃખદ આશ્ચર્ય થયું. દુઃખદ એટલા માટે કે એ જ્યારે પણ આવે ત્યારે સજોડે જ આવે, પણ આજે એકલો જ એકલો. છેલ્લાં ૨૭ વર્ષથી અમારી દોસ્તી. મારા ઘરે બાબુને ક્યારેય એકલો આવેલો મેં જોયો નથી. આજે એકલો આવેલો જોઈને મને નહીં આવવા જેવા અશુભ વિચારો આવવા લાગ્યા.

‘પંડ્યા,’ ઘરમાં પ્રવેશતાં જ બાબુએ કહ્યું, ‘હું તો લૂંટાઈ ગયો યાર…’

‘વૉટ?’ એક જોરદાર ધ્રાસકો પડવાથી મારા હાથમાં રહેલું ‘અભિયાન’ મૅગેઝિન એકદમ નીચે પડી ગયું, એને ઉપાડતાં મેં પૂછ્યું, ‘શું થયું?’

બાબુને સોફા પર ફસડાઈ મૌન થઈ ગયેલો જોઈને મને નહીં આવવા જેવા પેલા અશુભ લાગતા વિચારોએ હવે ભયાનકતાનું રૂપ ધારણ કરવા માંડ્યું.

‘તારી ભાભી..’ આટલું માંડ માંડ બોલી, એ અટકી ગયો.

This story is from the January 21, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 21, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024