સિનેમાનો એ, બી, સી, ડી જેવો કોઈ ગ્રેડ કે ક્લાસ નથી હોતો. સિનેમા સિનેમા હોય છે.-આવું ઘણા લોકો કહે છે, પણ સિનેમામાં ક્લાસ હોય છે જે તેના કન્ટેન્ટ, વિષય, નિર્માણ તથા કલાકારોથી નક્કી થતો હતો અને થાય છે. હિન્દી ફિલ્મોમાં ૧૯૯૦થી ૨૦૦૦ના દાયકા વચ્ચેનો સમય બોલિવૂડમાં બી ગ્રેડ ફિલ્મો માટે ચર્ચાસ્પદ રહ્યો જેમાં હોરર, ખૂન-ખરાબા અને કામુકતાથી ભરપૂર ફિલ્મો બની. આ ફિલ્મોમાં મુખ્ય પ્રવાહની ફિલ્મોના કલાકારો કે નિર્દેશક-નિર્માતા નહોતા જોવા મળતા. આ ફિલ્મોની પોતાની અલગ દુનિયા હતી અને આ ફિલ્મો અમુક-તમુક સિંગલ થિયેટર્સમાં ચાલતી હતી. યા તો તેના મોર્નિંગ શો જોવા મળતા. અત્યારે ઇન્ટરનેટના વિસ્ફોટના સમયમાં આજની પેઢીને કદાચ નવાઈ લાગે કે માનવામાં ન આવે, પણ એ દૌરમાં ‘મોર્નિંગ શો'નો અલગ - રોમાંચક અર્થ થતો! ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયોની ડોક્યુ-સિરીઝ‘ સિનેમા મરતે દમ તક'માં આ સમયને ફરી જીવંત કરવામાં આવ્યો છે.
ફિલ્મ દિગ્દર્શક દિલીપ ગુલાટી
આશરે ૩૫થી ૪૦ મિનિટના ૬ એપિસોડની આ સિરીઝ ‘મર્દ કો દર્દ નહીં હોતા' અને ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ' બનાવનાર વાસન બાલાએ ડિરેક્ટ કરી છે. ‘સિનેમા મરતે દમ તક’માં નાઇઝિના દૌરના ચર્ચિત સર્જકો વિનોદ તલવાર, દિલીપ ગુલાટી, કિશન શાહ અને જે. નીલમની જિંદગીનું દસ્તાવેજીકરણ થયું છે. તદુપરાંત તેઓ પોતાની શૈલીની ફિલ્મ બનાવે તે માટેનું તેમને બજેટ પણ અપાયું છે! અને તે ફિલ્મ-મેકિંગને શૂટ કરીને આ સિરીઝમાં પીરસવામાં આવ્યું છે! અને તેમાં જોવાસાંભળવા મળે છે કે, કઈ રીતે આ સર્જક પોતાની ફિલ્મો બનાવતા. ‘સિંદૂર ઔર બંદૂક’, ‘ખૂની પૂજા’, ‘રાત કે અંધેરેમેં' તથા ‘ તેરી તલાશમેં' જેવી ફિલ્મો બનાવનારા વિનોદ તલવાર કહે છે કે, ‘મારી પાસે સ્ટાર કાસ્ટ નહોતી. મારે દર્શકને આકર્ષવા અણઘડ પોસ્ટર બનાવવા પડતાં!'
This story is from the February 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે