રાત પડે ’ને ચોતરફ અંધારું છવાય ત્યારે ટમટમતા અગણિત તારાઓ કાળા ભમ્મર આભને રૂપેરી ચંદરવા જેવો ઘાટ આપે. આ તારલા કુલ કેટલા એનો કોઈ પાર નહિ. વળી, દિવસ થાય ’ને બધાય તારા દેખાતા બંધ, એવું કેમ? અરે, ભાઈ સૂરજદાદા જાગી જાય પછી કોઈની હિંમત છે દેખાવાની? અને આ સૂરજદાદા પણ બીજું કંઈ નથી, પણ રાતે દૂર-દૂર બ્રહ્માંડમાં ઝળકતા તારા જેવા જ એક સિતારા છે! પૃથ્વીની જીવનસૃષ્ટિ માટે આધારરૂપ આ સૂરજદાદા અંગે આપણો દેશ સંશોધન હાથ ધરી રહ્યો છે, એવા સમયે એના વિશે જાણીએ અવનવી વાતો.
સૂર્ય આપણા સૌરમંડળના ગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને અન્ય વસ્તુઓ સમેત આકાશગંગાના કેન્દ્રમાં પરિભ્રમણ કરે છે. આપણું સૌરમંડળ ૪,૫૦,૦૦૦ માઈલ પ્રતિ કલાક (૭,૨૦,૦૦૦ કિલોમીટર પ્રતિ કલાક)ના સરેરાશ વેગ સાથે આગળ વધી રહ્યું છે, પરંતુ આ ઝડપે પણ સૂર્યને આકાશગંગાની આસપાસ એક સંપૂર્ણ ચક્કર પૂરું કરવામાં લગભગ ૨૩૦ મિલિયન વર્ષ લાગે છે. સૂર્ય તેની ધરી પર ફરે છે એ જ પ્રકારે તે આકાશગંગાની આસપાસ ફરે છે. તેની ધરી ગ્રહોની ભ્રમણકક્ષાની સપાટીના સંદર્ભમાં ૭.૨૫ ડિગ્રી નમેલી છે.
સૂર્ય એ સૂર્યમંડળના કેન્દ્રમાં આવેલો તારો છે. તે ગરમ પ્લાઝ્માનો લગભગ સંપૂર્ણ દડો છે, જે તેના મૂળમાં પરમાણુ ફ્યુઝન પ્રતિક્રિયાઓ દ્વારા અગ્નિથી ગરમ થાય છે. સૂર્ય આ ઊર્જાને મુખ્યત્વે પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણોત્સર્ગ તરીકે ફેલાવે છે અને પૃથ્વી પરના જીવન માટે ઊર્જાનો સૌથી મહત્ત્વપૂર્ણ સ્રોત છે.
This story is from the March 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે