મથુરા, વૃંદાવન અને બરસાનાની હોળીમાં વિશ્વભરમાંથી સહેલાણીઓ ઊમટે છે. વૃંદાવનમાં હોળી રમવાની શરૂઆત ફૂલોની હોળીથી થાય છે. એકાદશીના દિવસે બાંકેબિહારી મંદિરના પૂજારીઓ ભક્તો પર પુષ્પવર્ષા કરે ત્યારે રંગેબેરંગી ઉલ્લાસ છવાય છે
પાનખર સમૂળગી ખરી પડે છે, ત્યારે ડાળીએ ડાળીએ ફાગણના ઝૂલા મંડાય છે. આ ફાગણની રંગભર વેળા તો પ્રકૃતિએ આપેલો ગુલદસ્તો છે. પુષ્પ-પુષ્પ પર ફોરમતું ગીત છે. પલાશ પર ઊગેલા કેસરિયાળાં ઝૂમખાં પરથી નર્યો ઉલ્લાસ નીતરે છે. પ્રકૃતિ પણ પોતાના તમામ રંગો થકી ઊઘડે ત્યારે માણસનું મન ક્યાંથી ઝાલ્યું રહે! આપણા તહેવારો અંતરમાં ઊમટતાં ઉમંગની અભિવ્યક્તિને મનગમતી રાહ આપે છે. હોળીનો તહેવાર પ્રકૃતિની આ રંગીનિયતનો માણસના હૃદયમાં ઊઠતો પડઘો છે.
મણિપુરમાં રંગપર્વ ‘યોસાંગ’
આપણી સંસ્કૃતિ કેટકેટલી કથાઓ, રીતરસમો અને ભાવનાઓથી સમૃદ્ધ છે. ભક્ત પ્રહલાદની વાર્તા આપણે સૌ બાળપણથી સાંભળતા આવ્યા છીએ. કેવી રીતે હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને અગ્નિ વચ્ચે જઈ બેઠી. કઈ રીતે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઈને ભક્તની રક્ષા કરી અને અસુરોનો નાશ કર્યો. હોળીના તહેવાર સાથે આ પૌરાણિક કથા જોડાયેલી છે. જીવનની વાસ્તવિકતાઓ સામે લડવામાં હાંફી જતાં લોકોમાં આ કથાઓ મનોરંજનની સાથે સકારાત્મક ઊર્જા ભરે છે. અનિષ્ટ પર ધર્મનો વિજય દરેક વ્યક્તિના મનમાં નવી આશાઓ જન્માવે છે. નવી મોસમની શુભ શરૂઆતે માણસમાં મનમાં પડેલી નકારાત્મકતાનું દહન થાય છે અને ઉમંગના નવા રંગો ઊઘડે છે.
નાનામાં નાના ગામથી માંડીને શહેરો સુધી કોઈ તહેવાર પૂરેપૂરા જોશમાં ઊજવાતો હોય તો તે હોળી છે. લોકો સઘળી ચિંતા અને ઉપાધિઓને વિસારે પાડીને, મન મૂકીને ઝૂમી લે છે. પ્રકૃતિના સૌ તત્ત્વોને જાણે યૌવનનો પારસ સ્પર્શ થયો હોય એવું લાગે છે. જુદાજુદા પ્રાંતોમાં તેની ઉજવણી પણ નોખી-નોખી છે.
ટાગોરના તપોવન શાંતિનિકેતનમાં વસંત ઉત્સવ
This story is from the March 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે