વડોદરાનું નામ પહેલા વટસ્ય ઉદરે હતું. કહેવાય છે કે વિશ્વામિત્રી નદીના કાંઠે ઘણા વડ હતા અને આ વડની છત્રછાયામાં શહેર વિકસ્યું, માટે તેનું નામ વટસ્ય ઉદરે પડ્યું, જે એક સંસ્કૃત શબ્દ છે. ધીમે-ધીમે વટસ્ય નામ વડોદરામાં ફેરવાયું. ઘણા લોકો વડોદરાને બરોડાના નામથી પણ સંબોધે છે. આ ઉપરાંત પણ વડોદરા સંસ્કાર નગરી, કલાનગરી, વડનગરી અને ગાયકવાડી નગરી તરીકે પણ ઓળખ ધરાવે છે. ગુજરાતના મહત્ત્વનાં શહેરો પૈકીનું એક શહેર એટલે વડોદરા જ્યાં અનેક એવાં સ્થળો છે, જે ઐતિહાસિક વારસો ધરાવે છે. ઘણું બધું જોવાલાયક અને ફરવાલાયક છે. તો ચાલો, વડોદરા નગરીની લટાર મારવા..
લક્ષ્મી વિલાસ મહેલ
લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરાના ગાયકવાડ રાજવંશનો મહેલ છે. આ મહેલનું નિર્માણ ૧૮૯૦માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના કહેવાથી કરવામાં આવ્યું હતું. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જૂનાં હથિયારો, મોઝેઇક અને ટેરાકોટા રાખવામાં આવ્યાં છે. કહેવાય છે કે આ મહેલનું જ્યારે બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિંગ પાઉન્ડ હતી.
પ્રતાપ વિલાસ પેલેસ
પ્રતાપ વિલાસ પૅલેસ વડોદરા શહેરના ખ્યાતનામ વિસ્તાર લાલબાગ નજીક આવેલ ગાયકવાડી જમાનાનો મહેલ છે. આ મહેલ ઈ.સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. આશરે ૫૫ એકર જમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ વિલાસ મહેલ આગવી ઓળખ ધરાવે છે. વર્તમાન સમયમાં આ મહેલને ભારતીય રેલવેની સ્ટાફ કૉલેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. આ કૉલેજ ભારતીય રેલવેમાં જોડાયેલ નવા તેમ જ જૂના ઓફિસર અને એક્ઝિક્યુટિવ કક્ષાના માણસોને તાલીમ આપે છે.
મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ
This story is from the April 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 01, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે