હવે ઇનડોર ગેમ પણ મોબાઇલની સ્ક્રીનમાં અટવાઈ
ABHIYAAN|April 15, 2023
વૅકેશનનો સમય એટલે બાળકો માટે ફુલ મસ્તીનો સમય. પહેલાંના સમયમાં બાળકો વૅકેશન પડે એટલે અનેક આઉટડોર ગેમ રમતાં, પરંતુ હવે તો તે રમતો વિસરાઈ ગઈ છે. છતાં પણ ઇનડૉર ગેમ તો વૅકેશનનું હાર્દ હતી, પરંતુ હવે ઇનડૉર ગેમ પર પણ મોબાઇલે શાસન જમાવી દીધું છે. પરિવાર, બાળકો સાથે મળીને જે રમતો ઘરમાં રમતાં હતાં હવે તે મોબાઇલમાં રમાવા લાગી છે. હવે તો ઇનડૉર ગેમ પણ આંગળીના ટેરવે ઓનલાઇન રમાય છે.
હેતલ રાવ
હવે ઇનડોર ગેમ પણ મોબાઇલની સ્ક્રીનમાં અટવાઈ

આરવ આઠમા ધોરણમાં અભ્યાસ કરતો તેજસ્વી વિદ્યાર્થી છે. ભણવામાં હોશિયાર છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી તેનો સ્કોર સતત ઓછો થતો જાય છે. એટલે કે અભ્યાસમાં તેની ટકાવારીમાં ઘટાડો થયો છે. તેનું કારણ છે મોબાઇલ. જી હા, એક સમય હતો જ્યારે આરવ મોબાઇલથી કોસો દૂર રહેતો, પરંતુ કોરોના સમયમાં ઓનલાઇન અભ્યાસ કરવાનો આવ્યો ત્યારથી આરવ અને મોબાઇલ એકબીજાના ખાસ મિત્રો બની ગયા છે. ત્યાં સુધી કે હવે તે પોતાના ખાસ મિત્રો સાથે પણ વાતચીત ઓછી કરે છે. એટલું જ નહીં, વૅકેશનમાં પણ બહાર રમવા જવાનું ટાળે છે. કોઈને ત્યાં જાય તો પણ તેના હાથમાં મોબાઇલ તો હોય જ. છતાં પણ જ્યારે તેનાં ઝિન ભાઈ-બહેન ઘરે આવે તો સાથે મળીને ક્યારેક કૅરમ તો ક્યારેક લૂડો તો ક્યારેક સાપસીડી રમતાં. આ ઉપરાંત પણ અનેક એવી રમતો હતી જે તે પોતાનાં ભાઈબહેન સાથે ઘરમાં રમતો. તે સમયે તેનો મોબાઇલ ક્યાં છે, કોની પાસે છે તેની પણ તેને દરકાર રહેતી નહીં, પરંતુ હવે એવું નથી, હવે તો આરવ જ નહીં, પણ તેનાં ભાઈબહેનો પણ વૅકેશનમાં સાથે મળે તો આઉટડૉર ગેમ લાઇવ રમવાની જગ્યાએ પોતપોતાના મોબાઇલ પર જ રમવાનું પસંદ કરે છે. ઘરના દરેક ખૂણામાં એક-એક બાળક પોતપોતાના મોબાઇલ લઈને ગેમની દુનિયામાં મસ્ત બની જાય છે. મોબાઇલની અંદર જ સાપસીડી, લૂડો કિંગ, કૅરમ, અમદાવાદની બાઝી, નવો વેપાર, ઓએક્સ, ચેસ, કાર્ડ જેવી અનેક રમતો રમે છે. આરવનાં માતા-પિતા તેને ઘણીવાર કહે છે કે, દીકરા, આમ મોબાઇલમાં રમવાની જગ્યાએ બહાર જઈને મિત્રો સાથે મળીને રમશો તો વધુ મજા આવશે. અરે, બહાર ન જવું હોય તો ઘરમાં જ ઇનડૉર ગેમ રમો. આ શું આખો દિવસ મોબાઇલ પર જ રમ્યા કરો છો.. ત્યારે આરવ ચીડાઈને કહેતો કે, ‘તમને ખબર ન પડે, મોબાઇલ પર રમવાની મજા છે તે બીજે ક્યાંય નહીં અને અહીં રમવા માટે કોઈની જરૂર પણ નથી, તમે જાતે જ કોમ્પ્યુટર સાથે રમી શકો છો.' જે આરવ માતા-પિતાની એક પણ વાત નકારતો નહીં, તે આ મોબાઇલની મહેરબાનીથી માતાપિતાની સામે બોલતો થઈ ગયો છે. એટલું જ નહીં, પોતાની સમગ્ર દુનિયા તે મોબાઇલને જ માને છે. તેના માટે વૅકેશન એટલે રોકટોક કર્યા વગર વહેલી સવારથી મોડીરાત સુધી મોબાઇલના વિશ્વમાં મજા કરવી તે છે.

આ માત્ર આરવની જ વાત નથી, આજકાલ દર બીજા બાળકની સ્થિતિ આરવ જેવી જ છે. જેમની માટે ઇનડૉર ગેમ એટલે મોબાઇલ અને મિત્ર એટલે મોબાઇલમાં સાથે રમતું કોમ્પ્યુટર.

This story is from the April 15, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the April 15, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024