ભારતીયોને ઉનાળાની ગરમીથી છૂટવા માટે ક્યાં ભાગી જવું એની પસંદગી કરવી અઘરી નથી, કારણ કે આપણી પાસે મધ્ય હિમાલયમાં સ્થિત એવી ખીણો છે જ્યાં નદીઓ છે; વૃક્ષાચ્છાદિત ટેકરીઓ છે; દૂર દેખાતી બરફાળ પર્વતમાળાઓ છે અને છે ગ્રામ્ય જીવનથી જીવંત નેસડા પણ. હિમાચલની તિર્થન વેલીમાં આવેલું જીભી આવું જ એક પેસ્ટોરલ હેમલેટ છે.
પ્રવાસન જગતમાં આ જીભીનો ઉલ્લેખ હિમાચલના બેસ્ટ કેપ્ટ સિક્રેટ તરીકે થતો હતો, કારણ કે થોડાં વર્ષો પહેલાં સુધી જીભી પ્રવાસીઓની જીભે ચડેલું નામ નહોતું. હવે બ્લોગ-વ્લોગ અને સોશિયલ મીડિયા શેરિંગને કારણે જીભી તરફનો પ્રવાહ વધ્યો છે. તેમ છતાં એટલો નહિ કે જીભી પહોંચ્યા પછી સાંજ સુધીમાં એવું કહેવા પર મજબૂર થઈ જઈએ કે યાર, અહીં ક્યાં આવ્યા.
સાડા ચાર હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું મધ્ય હિમાલયનું જીભી બંજારા વેલીનું હરિયાળું પ્રવેશદ્વાર છે. કુલ્લુ જિલ્લાના બંજારા તાલુકામાં સ્થિત જીભી ખડકો વચ્ચે થઈ વહેતી તિર્થન નદીના કિનારે આવેલું છે. જીભી એટલું રૂપાળું છે કે તેને હિમાલયન નેસડું કહેવાની છૂટ લઈ શકાય એવું છે. અહીં દેવદારનાં જંગલો છે; દેવદારનાં લાકડાંમાંથી બનાવેલાં મેડીબંધ ઘરો છે; ઘરો આસપાસ ખેતરો છે; બરફાચ્છાદિત વ્યૂની વિઝ્યુઅલ ટ્રીટ છે; સફરજનના બગીચાઓ છે; જ્યાં નજર નાખો ત્યાં ઘાસનાં ખુલ્લાં મેદાનો છે; દેવદારનાં વૃક્ષોમાંથી આવતી વુડી સ્મેલ છે અને સવાર-સાંજ વૉક લઈ શકાય એવી રસ્ટિક ટ્રેઇલ્સ પણ છે.
અહીં માર્ચથી નવેમ્બર સુધી હાઇકિંગબાયર્કિંગના શોખીનો અને મધ્ય હિમાલયમાં રહેવા ઇચ્છતા પ્રવાસીઓની અવર-જવર હોય છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઠંડીનો પારો શૂન્યની નીચે ઠરે છે, પરંતુ તેમ છતાં સાહસિકો તો વિન્ટર જીભીનો આનંદ પણ લે છે. અહીં સફરજનના બગીચાઓ વચ્ચે રહેલાં લાકડાંના કોટેજીસ છે. અહીં કથા-દંતકથાઓથી ઠંડક આપતું સેરોલસર સરોવર છે. અહીં જળધોધ છે. અહીં ભાત ભાતના પર્વતો અને લીલીછમ ટેકરીઓ છે. અહીં સેવન શેડ્સ ઑફ ગ્રીન તો ઇઝીલી અવેલેબલ છે અને અહીં ગ્રામ્ય જીવનનાં અનેક સંયોજનો આપણા મેમરી કાર્ડને એક્ટિવ મોડમાં રાખી શકે એમ છે.
This story is from the May 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે