સપ્ટેમ્બર ૨૦૧૮ પછી ફરી એક વખત સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની માગ કરતી અરજીઓ પર ગઈકાલથી સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી શરૂ થઈ છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ એસ.કે. કૌલ, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલી સહિતના પાંચ જજની બંધારણીય બેંચ આ અરજીઓ ૫૨ સુનાવણી કરી રહી છે.
અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી દૂર કરી દીધી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે બે વયસ્ક વ્યક્તિ વચ્ચે પારસ્પરિક સંમતિથી બાંધવામાં આવેલા સમલૈંગિક સંબંધને હવે ગુનો ગણવામાં આવશે નહીં.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે રજૂઆત કરી છે કે,
૦૧.) અદાલતો સમલૈંગિક લગ્નને માન્યતા આપી કાયદાની સંપૂર્ણ શાખાને ફરીથી લખી શકાય નહીં, કેમ કે નવી સામાજિક સંસ્થાની રચના ન્યાયિક નિર્ધારણના અધિકાર ક્ષેત્રની બહાર છે.
૦૨.) સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની ખરાબ અસર પડશે અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ સમગ્ર રાષ્ટ્રના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી, પરંતુ માત્ર Urban Eliteના લોકોનાં મંતવ્યો દર્શાવે છે. તેને દેશના વિવિધ વર્ગો અને સમગ્ર દેશના નાગરિકોનાં મંતવ્યો ગણી શકાય નહીં.
૦૩.) હિન્દુ કાયદા અનુસાર પણ સમલૈંગિક લગ્ન અમાન્ય છે. ઇસ્લામમાં પણ લગ્ન એક પ્રકારનો કરાર છે, જે ફક્ત સ્ત્રી અને પુરુષ વચ્ચે જ શક્ય છે. ધર્મની દૃષ્ટિએ સમલૈંગિક લગ્ન પવિત્ર નથી.
૦૪.) લગ્ન એ એક સામાજિક સંસ્થા છે અને તે માત્ર સંસદ અને વિધાનસભાને જ કોઈ નવા અધિકારો બનાવવાનો કે સંબંધને માન્યતા આપવાનો અધિકાર છે અને તે ન્યાયતંત્રના અધિકારક્ષેત્રમાં નથી.
સુનાવણી દરમિયાન વિવિધ રસપ્રદ પ્રશ્નો બહાર આવી રહ્યા છે
સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવે અને તેમણે બાળક દત્તક લીધું તો તે પરિસ્થિતિમાં શું થશે? અલગ થવાની પરિસ્થિતિમાં બાળકના પિતા અને માતા કોણ હશે? ભરણપોષણ ભથ્થું કોણ આપશે? આ કારણોથી સમલિંગી યુગલો દ્વારા બાળકોને દત્તક લેવાની મંજૂરી ન હોવી જોઈએ. સમલૈંગિક પૅરેન્ટિંગ બાળકોની ઓળખને અસર કરી શકે છે. આ બાળકોનો સંપર્ક મર્યાદિત રહેશે અને તેમના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસને અસર થશે.
સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસે બહુ રસપ્રદ કોમેન્ટ કરી
This story is from the May 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે