મંદિરનાં પગથિયાં ચઢતાં હોઈએ અને અચાનક પગમાં શ્રીફળનાં છોતરાં આવે તો આપણે તેને પગથી જ દૂર ધકેલી દઈએ. એટલું જ નહીં, જો શ્રીફળની કાચલી પગમાં વાગે તો, કદાચ કાચલી ફેંકનારને બે શબ્દો બોલી આગળ વધીએ, પરંતુ એક વ્યક્તિ એવી પણ છે જેમને પગમાં શ્રીફળની કાચલી વાગી અને તેમણે તે કાચલી અને શ્રીફળનાં છોતરાંને જ ઉદ્યોગ બનાવવાનું નક્કી કરી લીધું. બનાસકાંઠાના અંબાજી યાત્રાધામની નજીક નંદનવન ગ્રામોદ્યોગ છે, જ્યાં નાળિયેરના વેસ્ટમાંથી બે હજાર કરતાં પણ વધુ વસ્તુઓનું નિર્માણ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ ગૃહ ઉદ્યોગમાં હજારો મહિલાઓને રોજગારી પણ મળી રહી છે.
આ વિશે ‘અભિયાન' સાથે વાત કરતાં નંદનવન ગ્રામઉદ્યોગના સંચાલક હિતેન્દ્ર રામી કહે છે, ‘૧૯૯૮માં અમે અંબાજી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા, જ્યારે મંદિરનાં પગથિયાં ચઢી રહ્યા હતા ત્યારે મારા પગમાં શ્રીફળની કાચલી વાગી અને પગમાં સતત લોહી નીકળવા લાગ્યું, આજુબાજુ જોયું તો ત્યાં પણ શ્રીફળનાં છોતરાં અને કાચલીઓ પડી હતી. ત્યારે વિચાર આવ્યો કે આ કાચલી જે રીતે મને વાગી તે રીતે કોઈ નાના બાળકને કે ઉંમર લાયક વડીલને વાગશે તો.. બસ, આ જ વિચારે મને નંદનવન ગ્રામઉદ્યોગની શરૂઆત કરવા માટે પ્રેરણા પૂરી પાડી. આજે આ સંસ્થા નાળિયેરની કાચલી અને છોતરાંમાંથી આકર્ષક અને કલાત્મક વસ્તુઓ બનાવીને દેશ સહિત વિદેશમાં પણ ગુજરાતનું નામ રોશન કરી રહી છે.
નંદનવન ગ્રામઉદ્યોગે શ્રીફળના વેસ્ટનો સદુપયોગ થાય તેવા પ્રયત્નની સાથે-સાથે મહિલાઓને રોજગારી મળી રહે તે માટે પણ પ્રયાસ શરૂ કર્યા હતા. જેના કારણે આજે સંસ્થા સાથે જોડાયેલી મહિલાઓ મહિને હજાર રૂપિયાની આવક કરી પગભર બની છે.
This story is from the May 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 13, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે