કેગના તાજેતરના રિપોર્ટ પ્રમાણે રાજ્યના એક પણ જિલ્લામાં પુરુષો કરતાં સ્રી જન્મદર વધ્યો નથી. વર્તમાન સમયમાં ગુજરાતમાં ૧૦૦૦ દીકરાની સામે ૯૧૮ દીકરીઓનો જન્મ થાય છે. ટૂંકમાં, પુરુષ અને સ્ત્રી દરનો જે રેશિયો છે એમાં બહુ ફેરફાર નોંધાયો નથી. વર્ષ ૨૦૧૫માં બેટી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને આજ દિન સુધી સ્ત્રી જન્મદરમાં બહુ ઉછાળો નોંધાયો નથી. આપણને આ સમાચાર વાંચીને પ્રશ્ન થાય કે ક્યાં-શું તકલીફ છે. સરકાર તો તેની રીતના પ્રયત્નો કરી રહી છે. સમાજની માનસિકતામાં પણ પરિવર્તન આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે તો પછી શું ખૂટે છે. કયા કારણ છે જેને કારણે બાળકીઓના જન્મદ૨માં વધા૨ો નથી નોંધાઈ રહ્યો. તો વાત એમ છે કે સરકારને તો બાજુ પર મૂકી દો. બાળકને જન્મ આપવો એ માતાપિતાના હાથમાં છે, દીકરો હોય કે દીકરી. સરકાર તો દીકરીના જન્મદરને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડતી રહેશે, પણ જો સરકાર પ્રયત્નો ન કરે - યોજનાઓ બહાર ન પાડે તો શું માતા-પિતાએ પોતાના બાળકને જન્મ આપવાની ફરજ ન નિભાવવી જોઈએ? માતા-પિતા બાળક સરકાર માટે નથી લાવતાં, પોતાના માટે લાવે છે. પોતાનો પરિવાર આગળ વધારવા, ખુશીઓને આવકારવા માટે બાળક જન્મ લે છે. હવે જો સરકાર તમારા કન્યા રત્નની જવાબદારી ન પણ લે તો તમે માતા-પિતા તરીકે તેની જવાબદારીમાંથી છટકી જવા ભ્રૂણ-હત્યા જેવો રસ્તો અખત્યાર કરો તે કેટલા અંશે વાજબી છે? હવે આખી વાતમાં સરકારને તો બાજુ પર જ મૂકી દો. આપણા બાળકનું નિર્વહન કરવાની, પાલનપોષણ કરવાની જવાબદારી આપણી હોય છે. દીકરો હોય કે દીકરી - ભેદભાવ રાખ્યા વગર પણ કેગનો રિપોર્ટ જોતાં એવું ફલિત થાય છે કે માતા-પિતાને પોતાને જ રસ ન હોય દીકરીને જન્મ આપવામાં તો હવે એમાં સરકાર પણ શું કરવાની. જે કરવાનું છે એ આપણે કરવાનું છે, પરિવાર અને સમાજની જવાબદારી નિભાવવાનું કામ.
This story is from the July 08, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 08, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે