વિમાન પ્રવાસનું ભવિષ્ય કેવું છે?
ABHIYAAN|July 22, 2023
લોખંડની વજનદાર પટ્ટી ટેક-ઓફ્ફ કરી રહેલા કોન્કોર્ડના ટાયરમાં અફળાઈ. ટાયરમાંથી રબ્બરનો એક હિસ્સો કપાઈને વિમાનની પેટ્રોલની ટાંકી સાથે અફળાયો અને આગ લાગી ગઈ
વિનોદ પંડ્યા
વિમાન પ્રવાસનું ભવિષ્ય કેવું છે?

લગભગ ત્રણ દશક વિતી ગયા. ૨૦૧૪માં અદાકાર દિલીપ કુમારને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો ત્યારે ‘અભિયાને’ એમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. એ સમયે એમણે લંડનથી ન્યૂ યૉર્ક વચ્ચે કોન્કોર્ડ વિમાનનો પ્રવાસ કર્યો તેને લગતી વાત કરી હતી. ત્રણ કલાક પૂરા થાય તે અગાઉ એ મુસાફરી પૂરી થઈ જાય. લોકો સવારે લંડનથી નવ વાગ્યે બેસે તો સવારે આઠ વાગ્યે ન્યૂ યૉર્ક પહોંચી જાય. (સમયના ભૌગોલિક તફાવતને કારણે) શ્રીમંતો મહત્ત્વનાં કામ પતાવીને રાત્રે પોતપોતાના ઘરે પહોંચી જાય. ત્રીસ અને ચાલીસ વરસ અગાઉ આટલો ઝડપી પ્રવાસ થઈ શકતો હતો, પણ આજે થઈ શકતો નથી. ત્રીસ વરસમાં પ્રગતિ થઈ નથી. અગાઉ જે થઈ હતી તે પણ ધોવાઈ ગઈ. બ્રિટિશ અને ફ્રાન્સ ઍરવેઝે ટૅક્નોલૉજીથી માંડીને કોન્કોર્ડ વિમાન સર્વિસ એકડે એકથી શરૂ કરી હતી. ચોત્રીસ વરસ બાદ એ વાજબી ભાવમાં પડતી ન હતી. અન્ય ક્ષતિઓ પણ હતી.

પ્રથમ ફલાઇટ ફ્રાન્સના ટુલોઝ શહેરથી બીજી માર્ચ ૧૯૬૯ના રોજ ઊપડી ત્યારે હવાઈ પ્રવાસના ઇતિહાસમાં એ ઘટના નવો માઇલસ્ટોન ગણાઈ હતી. ૨૬ નવેમ્બર, ૨૦૦૩ના રોજ એને વિધિસર બંધ કરી દેવામાં આવી હતી. બંધ કરી તેના પૂર્વે પેરિસ નજીક એક કોન્કોર્ડ તૂટી પડ્યું અને ત્યારે એ ટૅક્નોલૉજી અને ખાસ વિમાન સેવાનો મૃત્યુઘંટ વાગી ગયો. આજે સૌથી વધુ ઝડપે બોઇંગ કે ઍરબસ વિમાનો દ્વારા લંડનથી ન્યૂ યૉર્ક જઈ શકાય અને તેમાં આઠ કલાકની આસપાસ લાગી જાય. ભવિષ્યનાં ઝડપી પ્રવાસી વિમાનો માટે નવી ટૅક્નોલૉજીઓની શોધખોળ થઈ રહી છે. કેટલાક દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ નીવડે ત્યારે વખાણ. ભારતની માત્ર બે વિમાન પ્રવાસ સેવા કંપનીઓ ઍર ઇન્ડિયા અને ઇન્ડિગો દ્વારા કુલ મળીને એક હજાર જેટલાં તદ્દન નવાં જેટ વિમાનોનો ઑર્ડર અપાયો છે. તેની ડિલિવરી, તેનો ઊડવાનો કાર્યકાળ જોતાં કંપનીના ટ્રાવેલ નિષ્ણાતોને કદાચ એમ લાગી રહ્યું નથી કે પ્રવાસની ઝડપ અને ટૅક્નોલૉજીમાં નજીકનાં દસ-વીસ વરસમાં કોઈ આમૂલ ફેરફારો થશે. શક્ય છે કે કરારમાં, ભવિષ્યમાં નવી ટૅક્નોલૉજી પ્રમાણે આગ વધવાનો ઓપ્શન રખાયો હોય.

This story is from the July 22, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 22, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024