‘નારી તું નારાયણી’ અને મણિપુર જેવી ઘટનાઓ.. જાગો ભારત..
ABHIYAAN|August 05, 2023
વડાપ્રધાને મીડિયાકર્મીને બાઇટ આપી. મણિપુર મામલે પોતે દુઃખી તથા આક્રોશિત છે, તે જણાવી ત્યાંની ડબલ એન્જિનની સરકારને વચ્ચે લાવ્યા વગર ઘટનાને ૧૪૦ કરોડ દેશવાસીઓની શરમ ગણાવી કેવું ભારત બનાવવાના મનોરથ સેવ્યા હતા આપણા બંધારણના ઘડવૈયાઓએ અને કેવું ભારત બનાવી રહ્યા છીએ આપણે એ જ બંધારણનો હવાલો આપીને?!
સુધીર એસ. રાવલ
‘નારી તું નારાયણી’ અને મણિપુર જેવી ઘટનાઓ.. જાગો ભારત..

સમગ્ર દેશ અને દુનિયાએ ચાર દિવસ પહેલાં એક ખોફનાક વીડિયો જોયો. આઠસોથી હજારનાં શેતાની ટોળાંએ વંશીય વેરઝેરની આગમાં બે લાચાર અને નિર્દોષ મહિલાને નગ્ન કરી ગામમાં રસ્તા પર પરેડ કરાવી, ગુપ્તાંગો સાથે ચેડાં, સામૂહિક બળાત્કાર અને હેવાનિયતની પરાકાષ્ઠાનું જાહેર પ્રદર્શન કરી આપણી કહેવાતી માનવતા, સભ્યતા, સંસ્કૃતિ, ધર્મ, ન્યાય, નીતિ, દેશપ્રેમ, રાષ્ટ્રવાદ, નાગરિક કર્તવ્ય, સામાજિક કર્તવ્ય, રાષ્ટ્રીય કર્તવ્ય, બંધુત્વ, બંધારણ કે કાયદો અને વ્યવસ્થા જેવા સઘળા આડંબરો અને આવરણોને એકીસાથે એક જ ઝાટકે ચીરી કાઢી માત્ર બે મહિલાઓનાં શરીરને નહીં, પરંતુ આખા દેશને ઉઘાડો કરી દીધો..!! શેતાનોનો સંદેશ સ્પષ્ટ હતોઃ ‘મજાલ છે દેશમાં કોઈની કે ખુલ્લેઆમ એમની આવી હલકટ ગુસ્તાખીને કોઈ રોકી શકે’..?!!

હજુ તો આ એક વીડિયો જ સામે આવ્યો છે. આ ઘટના પણ ૪થી મેની છે. ઇન્ટરનેટ બંધના કારણે હવે તે પ્રકાશમાં આવી છે. પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર તોફાનીઓએ એસોલ્ટ રાઇફલ જેવાં હથિયારો સાથે ગામ પર હુમલો કર્યો ત્યારે પ૬ વર્ષનો એક પુરુષ, તેનો ૧૯ વર્ષનો પુત્ર, ૨૧ વર્ષની પુત્રી અને ૪૨ તથા ૫૨ વર્ષની અન્ય બે મહિલાઓ જીવ બચાવવા ભાગીને પોલીસના શરણે જતાં રહ્યાં હતાં, પણ ટોળું પોલીસની હાજરીમાં જ બે મહિલાને ઉઠાવી ગયું અને પોલીસ તમાશો જોતી રહી. એ સમયે બહેનને બચાવવા વચ્ચે પડેલા ૧૯ વર્ષના ભાઈને તેની બહેનની નજર સામે જ ટોળાંએ ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યો. બહેન હૈયાફાટ રુદન કરતી રહી અને ત્યાર બાદ નગ્ન પરેડ અને સામૂહિક બળાત્કારની ઘટના બની.

આ ઘટના પ્રકાશમાં આવ્યાને ચાર દિવસ થયા છે. આક્રોશની આગ સાથે દેશનું મસ્તક શરમથી ઝૂકી ગયું છે. ઇન્ટરનેટ ચાલુ થયું એટલે કેટલાક સમાચારો મળી રહ્યા છે. હજ્જારો લોકો વરસતા વરસાદમાં મૌન સરઘસ કાઢીને બેનરો સાથે કાકલૂદી રહી રહ્યાં છે કે મણિપુરને બચાવી લ્યો. ગગનમાંથી વરસતા વરસાદ કરતાં સ્થાનિકોની આંખોનાં આંસુઓના પ્રવાહથી પૂર્વોત્તરનો આ પ્રદેશ વધુ ભીંજાયો છે. કર્ફ્યુના આદેશો છતાં સડકના બંને છેડે સેંકડો મહિલાઓ શિસ્તબદ્ધ બની મીણબત્તીની જ્યોત જલાવી લાંબી લાંબી કતારોમાં ઊભા રહી શાંતિની અપીલ કરી રહી છે. રઝળતી લાશો અને કમકમાટીભર્યાં દશ્યોની ગોઝારી વાસ્તવિકતા વચ્ચે નગ્ન પરેડના સંદર્ભમાં પૂછાતા રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેનસિંઘ સહજભાવે કહે છે કે, આવી તો સેંકડો ઘટનાઓ બની છે..!

This story is from the August 05, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 05, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024