માણસ મૂળે જ સૌંદર્યપ્રેમી જીવ છે. પ્રાથમિક જરૂરિયાતો સંતોષતા તે પોતાના સંસારને વધુ ને વધુ સુંદર બનાવવાના પ્રયત્નો કરવા લાગે છે. ઘર, આંગણ અને નગર.. તેના આ સંસારનો વ્યાપ વધતો જાય છે. કોઈ સ્ત્રી પોતાના ઘરની ભીંતે સુંદર ઓકળીઓ કાઢે છે. વળી કોઈ તેના પર શુભ ચિત્રો દોરીને મંગળ કામના કરે છે. કલા એ જીવન દ્વારા પ્રાપ્ત થતાં ભાવની અભિવ્યક્તિ છે.
જેમ જેમ જીવનનો વ્યાપ વધે છે, તેમ તેમ તેમાં અનેક અનુભવો અને ભાવો ઉમેરાય છે. નગરના લાંબા રસ્તાઓની બંને બાજુ સાથે સાથે ચાલતી દીવાલો જે-તે શહેરના રહેવાસીઓના જીવનનો, તેમની સામાજિક સ્થિતિ તેમ જ ભાવનાત્મક સંતુષ્ટિનો પરિચય આપે છે.
કલાત્મક અભિવ્યક્તિના સ્વરૂપ તરીકે ગ્રાફિટીનો ઉપયોગ વર્ષોથી થતો રહ્યો છે. જાહેર કલા એટલે કે પબ્લિક આર્ટના એક પ્રકાર તરીકે ભીંતચિત્રો એક આગવી ઉપસંસ્કૃતિ સમું મહત્ત્વ ધરાવે છે. આ કલા શહેરની તાસીર દર્શાવે છે. શહેરોના પહોળા રસ્તાને બંને તરફની લાંબી દીવાલો આ ગ્રાફિટી આર્ટિસ્ટ્સ માટે વિશાળ કૅન્વાસ બની જાય છે. તેના પર તેઓ પોતાનાં વિચારો, મંતવ્યો અને અભિપ્રાયોને ચિત્રો દ્વારા ખૂબ અસરકારક રીતે રજૂ કરે છે. અહીં કલા ખાતર કલા નહીં, લોકોને સંબોધન કરવા માટે કલાનું માધ્યમ પસંદ કરવામાં આવ્યું છે. ગ્રાફિટી આર્ટના વિષયો તરીકે સાંપ્રત સમસ્યાઓ અને ગતિવિધિઓ મુખ્ય હોય છે. જીવનનાં સંઘર્ષો, વિષમતાઓ અને સામાજિક ભેદભાવના પડઘા અહીં જાહેર સ્તરે પ્રદર્શિત કરવામાં આવે છે.
કલાકારો તેમનાં રાજકીય મંતવ્યો, સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક અને ધાર્મિક છબીઓ દ્વારા જીવનના પ્રભાવશાળી ચિત્રણ માટેના એક માધ્યમ તરીકે ગ્રાફિટીનો ઉપયોગ કરે છે. કલાના અન્ય સ્વરૂપોની જેમ ગ્રાફિટી જે-તે કલાકારની વ્યક્તિગત અભિવ્યક્તિ ઉપરાંત શિક્ષણ, સુધારણા અને સશક્તિકરણ માટેનું ઓજાર છે.
This story is from the August 05, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 05, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે