ફેશનની દુનિયામાં આવી નવી ક્રાંતિ, ડિઝાઇનર સાડીએ લીધું પરંપરાગત સાડીનું સ્થાન
ABHIYAAN|August 26, 2023
આજની સન્નારીઓ રેડી ટુ વૅર સાડી પહેરવાનું વધારે પસંદ કરે છે. સાડી ડ્રેપિંગ પણ એક કળા બની ગઈ છે. સાડીને મૉડર્ન લૂક આપવા માટે મૉડર્ન બ્લાઉઝનો ટ્રેન્ડ શરૂ થયો છે, જે સિમ્પલ સાડીમાં પણ ગ્લેમર એડ કરી દે છે.
ફેશનની દુનિયામાં આવી નવી ક્રાંતિ, ડિઝાઇનર સાડીએ લીધું પરંપરાગત સાડીનું સ્થાન

જિજ્ઞાસા સોલંકી

ઑસ્કર ફિલ્મ વિનિંગ ‘આરઆરઆર' ના અતિ લોકપ્રિય ગીત ‘નાટુ નાટુ’ પર મહિલાઓએ સામૂહિક ડાન્સ કર્યો. હા, તો એમાં શું નવી વાત થઈ? વેલ, નવી વાત એ થઈ કે લંડનની ડાઉનિંગ સ્ટ્રીટ પર ભારતીય પરંપરાગત સાડીઓ પહેરીને એકત્રિત થયેલી મૂળ ભારતીય સ્ત્રીઓએ માત્ર ઇંગ્લેન્ડનું નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. ત્યાંના સ્થાનિક નાગરિકો તો આ દ્રશ્ય જોઈને જ અભિભૂત થઈ ગયા. લંડનમાં સાડી પહેરેલી મહિલા બહુ ઓછી જોવા મળે અને આ તો ૭૦૦ મહિલાઓનો વિરાટ વૃંદ, તે પણ નૃત્ય કરતી મહિલાઓ. આથી સોશિયલ મીડિયામાં આ ડાન્સના વીડિયોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વાત ખરેખર એમ છે કે નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે પરંપરાગત સાડીઓમાં સજ્જ ૭૦૦ ભારતીય મૂળની મહિલાઓએ લંડનમાં સાડી વોકાથોનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ‘બ્રિટિશ વુમન ઇન સાડી' નામના બિન-લાભકારી જૂથ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં વિવિધ રાજ્યોની મહિલાઓને તેમની સંબંધિત પરંપરાગત સાડીઓ પહેરતી જોવા મળી હતી.

કંઈક આવું જ દ્રશ્ય એપ્રિલ મહિનાની શરૂઆતમાં સુરતમાં પણ જોવા મળ્યું હતું. ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા જેવાં ૧૬ રાજ્યોની ૧૫ હજાર મહિલાઓ જે-તે રાજ્યને રિપ્રેઝન્ટ કરતી સાડીઓમાં ઉપસ્થિત થઈ હતી. ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે ‘સુરત સાડી વોકાથોન'નું આયોજન થયું હતું.

This story is from the August 26, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 26, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024