જળના લાગણીભીનાં ખળખળ સામે જ્યારે પાષાણની રુક્ષ કરકર ખરી પડે છે ત્યારે તેની સુંવાળપ ભાવનાશીલ હૃદયને ઇજન આપે છે. રેતીમાં રમમાણ થવાનું ઇજન, તેમાં વિખરાઈ જઈને ફરી નવો ઘાટ ધરવાનું ઇજન. દરિયાની રેતીના કણકણમાં કિનારાનાં કેટકેટલાં સ્મરણો સમાયાં હશે! કોઈ એકલ પ્રેમીએ કિનારા પર લખેલું પ્રિયજનનું લખેલું હોય કે જોડાજોડ ચાલેલાં પગલાં. બાળકોની કિલકારીઓ અને એમનાં સપનાના મહેલ. દરિયો બધું જાણે છે. દૂર રહ્ય-રઘે આ સંસાર નીરખતો રહે છે.
આ વિરાટ જળવિસ્તાર પર સૌ પોતાની કલ્પના અને સ્મરણોની રંગોળી પૂરતું રહે છે. કોઈ આનંદ મેળવવા આવે છે તો કોઈ ઉદાસી ઓગળવા; પ્રવાસી કુતૂહલથી પ્રેરાઈને આવે છે, તો રહેવાસી જરૂરિયાતથી. બહુ ઓછા લોકો દરિયાને મળવા આવે છે. જે આ સમુદ્રને તેના ભવ્ય સ્વરૂપને જોઈને આકંઠ ધન્યતા અનુભવે છે.
એક વાંઢિયાર કુટુંબ પોરબંદર આવીને વસ્યું. વર્ષ ૧૯૫૬, નવેમ્બરની ૩૦મી તારીખે આ કુટુંબમાં દીકરો અવતર્યો. શું એ બાળકે પ્રથમ શ્વાસમાં દરિયાઈ હવામાં ભળેલો રેતીનો સાદ પણ છાતીમાં સાચવી રાખ્યો હશે કે કેમ, એવો સહજ પ્રશ્ન થાય જ્યારે આ વાત નથુભાઈ ગરચરની હોય.
કલાતીર્થ દ્વારા પ્રકાશિત થતી કલાગંગોત્રી ગ્રંથશ્રેણીનું દસમું સોપાન પ્રસિદ્ધ રેતશિલ્પકાર નથુભાઈ ગરચરની સર્જન સૃષ્ટિનું દર્શન કરાવે છે. આપણે ત્યાં હજુ રેતશિલ્પ વિશે પૂરતી જાગૃતિ નથી. એવા સંજોગોમાં આ પુસ્તક કલા અને કલાકારનો મહિમા કરે છે. એ ઉપરાંત કલારસિકો માટે પણ એક અજબ ક્ષેત્ર ખોલી આપે છે. આ કલાગ્રંથના પાને પાને રેતશિલ્પોની અનેરી સૃષ્ટિને ૨૦૦થી વધારે તસવીરો દ્વારા સ્થાયીરૂપ આપવાનો પ્રયાસ થયો છે.
This story is from the September 09, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 09, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે