આકાશમાંથી વરસ્યો વનસ્પતિનાં બીજનો વરસાદ
ABHIYAAN|September 09, 2023
કચ્છના જંગલોના દુર્ગમ વિસ્તારોમાં સ્થાનિક વનસ્પતિ અને ઘાસનું વાવેતર કરવું અઘરું છે. તેથી હવે આધુનિક ટૅક્નોલૉજીનો સહારો લઈને સીડ બોલ બનાવીને ડ્રોનની મદદથી ડુંગરાળ વિસ્તારોમાં છોડવામાં આવ્યા છે. વરસાદી વાતાવરણમાં છોડ તથા ઘાસ વિકસશે, તૃણભક્ષી પ્રાણીઓ અને પક્ષીઓને તેનો મોટો ફાયદો થશે. તૃણભક્ષીઓ પર નભનારાં અન્ય પ્રાણીઓને પણ તેનો ફાયદો થશે.
સુચિતા બોઘાણી કનર
આકાશમાંથી વરસ્યો વનસ્પતિનાં બીજનો વરસાદ

કચ્છમાં જંગલ વિસ્તાર ઘણો મોટો છે. અહીં ભલે ગાઢું, ઘટાદાર જંગલ ન હોય, અહીંના પાંખા જંગલમાં રહેનારાં પ્રાણીઓ અને પક્ષીઓની જાતો અને સંખ્યા ઘણી મોટી છે. યાયાવર પક્ષીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં કચ્છના જંગલમાં, તેના જળસ્રોત પાસે પોતાનો મુકામ રાખતાં હોય છે. ઉનાળાના દિવસોમાં તૃણભક્ષી પ્રાણીઓ અને પક્ષીઓને ખોરાકની કમી ન થાય તે માટે વન વિભાગ દ્વારા સમયાંતરે ઘાસ અને સ્થાનિક વનસ્પતિનું વાવેતર કરવામાં આવતું હોય છે. પરંતુ તેમાં જે વિસ્તારમાં સહેલાઈથી જઈ આવી શકાતું ન હોય ત્યાં વાવેતર થઈ શકતું નથી. આથી આ વર્ષે દુર્ગમ વિસ્તારોમાં ડ્રોનની મદદથી વાવેતર કરવાનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ પ્રયોગનું પરિણામ તો કદાચ એકાદ વર્ષ પછી જ ખ્યાલ આવે, પરંતુ ગત વર્ષે કચ્છના સર્વપ્રથમ પ્રયોગ રૂપે ડ્રોનથી બન્ની વિસ્તારમાં વાવેતર કરાયું હતું. આ વર્ષે તેનું નિરીક્ષણ કરતાં પરિણામ પ્રોત્સાહક જણાયું હતું.

કચ્છમાં હજારો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલાં જંગલોમાં અનેક પ્રકારનાં પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. અહીંનાં જંગલોમાં કાંટાળી વનસ્પતિ વિપુલ પ્રમાણમાં છે. અહીં એશિયામાં સર્વશ્રેષ્ઠ મનાતા ઘાસિયા મેદાનો પણ છે. જેનું અસ્તિત્વ ભયમાં છે તેવા ચિંકારા, ઘોરાડ, ઘૂડખર ઉપરાંત નીલગાય, જંગલી ભૂંડ, સસલાં જેવાં વિવિધ તૃણભક્ષી પ્રાણીઓ અને પક્ષીઓનું રહેઠાણ આ જંગલો છે. આ ઉપરાંત અહીં દીપડો, હેણોતરો, વરુ, રણબિલાડી, રણલોકડી, ઘોરખોદિયું, કીડીખાઉં, ટિલોર, ખડમોર, સાંઢા જેવી દુર્લભ પ્રજાતિઓ પણ જોવા મળે છે. તેમ જ અહીંના જળપ્લાવિત વિસ્તારોમાં સુરખાબ, પેલિકન, સ્પૂનબીલ, ઢોંક, બગલા, બતકો અને અન્ય શિકારી પક્ષીઓ મોટાં પ્રમાણમાં જોવા મળે છે.

This story is from the September 09, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the September 09, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024